SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન – જ્ઞાનીના હ્રદયની વિશાળતા કેવી અસીમ હોય છે – એમનું ઔદાર્ય કેવું અપરિમેય હોય છે – ક્ષમા. સંતોષ, સરળતા, નિખાલસતા, નિરાભિમાનતા ઇત્યાદિ અગણિત ગુણો કેવા ઉત્કૃષ્ટકોટીના હોય છે એ તો સમીપવર્તી ‘સુપાત્ર' જીવ જ જાણી શકે છે. ૧૪૮ T જ્ઞાનીને ઓળખવા, સુપેઠે ઓળખવા, પૂરી પરીક્ષા કરીને ઓળખવા – ઓળખ્યા પછી તો એમની આજ્ઞાએ જ ચાલી જવું. લેશ આજ્ઞાનો અનાદર ન થાય એવી કાળજી વર્તવી. બસ, મુક્તિ પામવાનો – મુક્તિ સમજવાનો – આ જ સરળમાં સરળ ઉપાય છે. © પ્યારા સાધક ! આપણી મજબૂરીઓનો પણ પાર નથી. પાંખ કપાયેલા પંખી જેવી આપણી હાલત છે. સમ્યજ્ઞાન પણ નથી ને સમ્યક્ચારિત્ર પણ નથી. અંતર્મુખતા અને આત્મસ્થિરતા વિના આપણે ઉર્ધ્વવિકાસ ક્યાંથી સાધીશું ? અનંતની યાત્રા કેમ કરી આરાધીશું ? આપણી જ હાલતની આપણને જ દયા નથી એ કેવી વિટંબણા છે ? ખરેખર નેકદિલથી કદીય આપણને આપણી દયા આવી છે ખરી ? અનંત પરિભ્રમણમાંથી જાતને ઉગારવા આપણે શું કર્યું ? આપણી હાલત કેવી દયનીય છે એનો આંશિક ચિતાર પણ આપણને નથી. © ખરે તો આપણામાં મહાન રૂદન પેદા થવાની આવશ્યકતા છે. અંતઃકરણનું આક્રંદન ઉદ્ભવવાની જરૂર છે. આપણી બિસ્માર દશા માટે સંપૂર્ણ જવાબદાર આપણે જ છીએ. બેભાનતા એટલી હદે છે કે આપણી બિસ્માર હાલતનું યથાર્થભાન જ આપણને નથી. © જ ભાઈ ! ગાંડા કાઢે નહીં ચાલે...ગાફેલ રહ્યું નહીં જ ચાલે. જીવનમાં સંવાદીતા જોઈતી હશે તો વિવેકનો દીપ પ્રગટાવવો જ પડશે. પ્રદિપ્ત વિવેક ધારવો પડશે. જીવનની સંવાદીતા ગહન આંતરસુખનું કારણ છેઃ કોઈપણ ભોગેય તદર્થ તીવ્ર વિવેક પ્રગટાવવો જ રહ્યો. © વિવેકવાન સાથી-સંગાથી મેળવવા ય ખૂબ ખૂબ દોહ્યલાં છે. જીવ, તારા વિવેકને જાગૃત કરે - વૃદ્ધિમંત કરે એવા સંગાથી ખોળજે...જે ઉચિત-અનુચિતનું ભાન કરાવેઃ સાર-અસારનું ભાન કરાવેઃ કૃત્યા-કૃત્યનું ભાન કરાવે...એવો સંગાથ યાચજે પ્રભુ પાસે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy