SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૪૨ સનું ઊંડાણ કેટલું અપરિમેય, અનંત, અગાધ છે એ વાણીથી દર્શાવી ક્યાંથી શકાય ? જેટલા ઊંડા ને ઊંડા ઉતરતા જાઓ અનુભૂતિમાં...એટલું વધુ ને વધુ ઊંડાણ તમને આકર્ષી રહે...સાગરને તો તળીયું હશે...સતુનું કોઈ અંતિમતળ જ નથી. કોઈ જીવ મારાથી લેશ નારાજ ન થાવ એ આત્માર્થી વ્યક્તિની આંતરડીની ભાવના હોય છે. કોઈ જીવ કુહવાય દુભાય તો એને પોતાની મસ્તી નંદલાતી લાગે છે. આથી આત્માર્થી વ્યક્તિ કોઈ સાથે વ્યર્થ વાદવિવાદમાં ઉતરતા જ નથી. સામેની વ્યક્તિ ગમે તેવું વર્તન દાખવે – એની અસર ઝીલવી કે ન ઝીલવી એ માટે આપણો આત્મા સંપૂર્ણ સ્વતંત્ર છે. સામી વ્યક્તિ આક્રમક બને એવી વેળા સમભાવમાં ટકી રહીએ એ જ આપણી જામેલ આત્મરતીની પારાશીશી છે. વિપરીત સંયોગમાં ય જે સ્વભાવરમણતા ગુમાવતો નથી એ જ સ્વભાવનો અનન્ય આશક લેખાય. અને વિપરીત સ્થિતિની કસોટીથી કસાયને સુદઢ થયેલ સ્વરૂપસ્થિરતા પછી અવિપરીત સંયોગમાં તો કેવી પુરબહાર ખીલી ઉઠે ? . પ્રગાઢ અભ્યાસ કરીને દઢ થયેલ આત્મસ્થર્યને ડગાવવા પછી કોઈ સંયોગો સમર્થ નથી. કેવા કેવા પ્રલોભક સંયોગોમાં અને કેવા કેવા પ્રતિકૂળ સંયોગોમાં પણ મહાપુરુષો કેવી સાહજિકતાથી સ્વરૂપ સ્થિરતા ટકાવી શક્યા છે ! એ અભ્યાસનું ફળ છે. જ્ઞાનીજનને સ્વભાવ સુખની પરખ એવી સંપૂર્ણ હોય છે કે એ સિવાયના કોઈ આભાસી સુખ એમને સુખદ લાગતા નથી. ચાતક પક્ષી તરસે મરે પણ મેઘના નિર્મળ જળ વિના બીજું પાણી ન જ પીવે. એમ જ્ઞાની કોઈ વભાવિક સુખની રતી માણતા જ નથી. ON જ્ઞાનીઓ દરેક વાતમાં ઔચિત્ય જાળવી રાખવા ભલામણ કરે છે. જ્યાં જ્યાં જે જે યથોચિત હોય ત્યાં ત્યાં તે તે મુજબ આચરવાનું કહે છે. પણ એવું ઔચિત્ય જાળવવા જે વિચારકતા અને વિવેકશીલતા જોઈએ એ બહું ઓછા માનવીમાં હોય છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy