SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ સાધનાપથ અને આત્મજ્ઞાન વજુના વ્યામોહમાંથી એમ જ મુક્ત થવાતું નથી તથ્ય ગવેજવું પડે છે. મનને તથ્ય સમજાવવું પડે છે. વસ્તુ માત્રમાં નિઃસારતા લાગે ત્યારે જ. એનો વ્યામોહ છૂટે છે. ભૂતકાળમાં વસ્તુને આપી દીધેલ ખોટું મૂલ્ય તોડવા, તથ્ય ગવેષીને, ગહન ચિંતન કરવું પડે છે. ભાઈ મિથ્યા મોહને નિવારવા તારે વસ્તુનું યથાર્થ મૂલ્યાંકન નવેસરથી કરવું પડશે. પોતાને જે જે વસ્તુ કિંમતી ભાસે છે એની યથાર્થ કિંમત કેટલી એ ગંભીરપણે ગજવું પડે છે. ગંભીર ગવેષણા થાય ત્યારે જ ભાન આવે કે પથ્થરના ચમકતા ટૂકડાને ભ્રમથી રત્નો માની લીધેલા. જઈON વસ્તુનું મૂલ્ય નિર્ણત કરવા એક કુશળ વૈજ્ઞાનિકની માફક ખંતથી પ્રયત્નો કરવા પડે છે. અધીર કે ઉછાંછળા સાધકનું આમાં કામ નથી. સંશોધન જોગ સંયમ, સજાગતા અને શિસ્ત રાખવા પડે છે. વસ્તુનું વાસ્તવઃ મૂલ્ય સમજાય તો જ સ્વભાવિક વિરાગ સ્વતઃ ઘટીત થાય. મંથન.મંથન... મથામણો કરી કરીને મનને મનાવવું પડે છે કે તું જે સ્ત્રી, પુત્ર, ધનાદિને મૂલ્યવાન માની મોહિત થઈ રહ્યો છે – એનું મૂલ્ય તે માની લીધું એટલું નથી. ઉસ્, એ બધા તારા આત્માના ‘અમૂલ્ય વૈભવ-એશ્વર્યને જાણવા – માણવા દેતા નથી. મોટાભાગના જીવો તો મમતાના કારણે મૂલ્યાંકન બદલવા જ તત્પર નથી ! એમનો ગાઢ મોહ ક્ષીણ કેમ કરી થાય ? ભ્રાંતિ જ જેને રુચે જચે છે એ સત્ય પામવા અધિકારી નથી. જૂઠ જેને નિર્મમભાવે છેદી નાખવું છે એ જ એ સત્ય પામી-પચાવી એમાં તન્મય થઈ શકે છે. કેટલાક સત્યને પામવા...કેટલાક અસત્યને છેદવા, આત્માએ છેક નિર્મમ બની કામ કરવું પડે છે. અસત્યનો અનુરાગ ન છોડી શકે તો એ સત્યનો ખરો આશક જ નથી. જેના દિલમાં સત્યની પ્રતિષ્ઠા છે એને અસત્ય કેમ ભાવી-ફાવી શકે ? ન જ ભાવે. સત્યની ઉપલબ્ધિ એ તો શીર સાટે માલ લેવાનો છે. ક્યારેક પ્રિયનો પરિહાર પણ પ્રસન્નતાપૂર્વક કરી શકે ને અપ્રિયને પણ પ્રિય બનાવી શકે એવા સત્વશીલ જીવો જ સત્યની પૂર્ણ ઉપલબ્ધિ કરી શકે છે...ને અનંતશ્રેયનો ઉપહાર પામી શકે છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy