________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
સાચા સાધુપુરુષને આત્મરમણતામાં એક ક્ષણનો પણ વિક્ષેપ પાલવતો નથી. આથી જ એ ૫૨મ નિવૃત્ત થઈ – પરમ નિઃસંગ થઈ – એકાંત, મૌન અને ધ્યાનમાં ડૂબી જાય છે. અહાહા ! આ કેવી સહજ ધ્યાનનિમગ્નતા છે એ માત્ર અનુભવી જ જાણે છે.
૧૩૫
©`
અહો ! જેને પણ એવી પરમાવગાઢ આત્મરમણતા માણવી હોય એને વિક્ષેપથી બચવા વિશ્વવિસારણા તો કરવી જ ઘટે... જો કે આત્મરમણતા જામતા જ વિશ્વની વિસારણા સહજ જ સંભવી જાય છે. આ સહજ સમાધિનો અનન્ય ઉપાય છે. વિશ્વ સમસ્તને વિસરી જવું.
70રૂ
આત્મપરક દૃષ્ટિ થવામાં અને એવી દષ્ટિ બની રહેવામાં, ઉદાસીનતાનો ફાળો કેટલો અમાપ છે એ સુપેઠે જાણનાર સાધક ઉદાસીનતાને એક ક્ષણ પણ અળગી રાખતો નથી. અનંતા જ્ઞાનીઓએ ઉદાસીનતામાં અનંતુ શ્રેયઃ નિહાળ્યું છે.
700
આત્મદેવ એવા અનૂઠા સ્વામી છે કે ચેતનાની અન્યત્ર રતી એ લેશ સાંખી શકતા નથી. ચેતના ચૈતન્યને છોડી જરાપણ અન્યત્ર ક્યાંય રુચિ કરે કે તુરત આત્મદેવ રિસાય જાય છે. માટે અન્યત્ર સર્વત્ર ઉદાસીનવૃત્તિ જ આદરણીય છે.
0
ઉદાસીનતા એટલે હર્ષ અને શોક બંનેથી પાર ઉઠેલી ચેતનાની સ્થિતિ. ઉદાસીનતા એટલે રાગ અને દ્વેષ ઉભયથી પાર ઉઠેલી અંતરદશા. જ્યાં ઉદાસીનતા છે ત્યાં સહજ આત્મરમણતા છે. અને જ્યાં સહજ આત્મરમણતા છે ત્યાં રૂડી ઉદાસીનતા છે.
©
કાલે જેવા ભાવતરંગ ચિત્તમાં ઉઠ્યા હતા એવા જ ભાવતરંગ આજે ઉભવાવવા મથનારો અજ્ઞ છે...થોડા જ સમયમાં સઘળા ભાવો પરિવર્તિત થઈ રહે છે – એને પકડી કોણ રાખી શકે ? પકડી રાખવા મથનાર કેવળ પર્યાકૂળતા જ પામે છે.
70
સતત પરિવર્તનશીલ સંસારમાં કોઈ ભાવ સ્થાયી નથી એમ સમજી સર્વભાવોથી ન્યારો, નિર્લેપ રહેનાર સંતાપથી બચી જાય. છે – અને – કોઈપણ ભાવને વળગીને પકડી રાખવા મથનાર અવારનવાર પરિતાપને જ પામી રહે છે.