SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ સાધનાપથ અને આત્મજ્ઞાન રહસ્ય તાગ મેળવવા જો કોઈપણ વિષયના અંતિમ તળ સુધી ઊંડા ઉતરવાની આદત હોય તો - ભૂતકાળમાં જે વિષયમાં આપણે આપણને પ્રવિણ માનતા હોઈએ એ એ વિષયોમાં આપણે આપણને ઘણાં પામર માલુમ પડીએ. કોઈપણ વિષયના તળને સ્પર્શીને એના તમામ રહસ્યોનો તાગ ન મેળવી લે ત્યાં સુધી જ્ઞાની પોતાને એ વિષયનો અનભિજ્ઞ જ માને છે... જ્યારે અજ્ઞાની તો કોઈ ઉપલક પાસું ઉપલક દષ્ટિથી જાણતા જ પોતાને એ વિષયના માહેર માનવા મંડી જાય છે. જ્ઞાનના ગહનસાગરમાં જેમ જેમ ઊંડા ઊતરતા જવાય એમ એમ જ્ઞાનીને મન એનું પોતાનું પારાવાર અજ્ઞાન છતું થતું જતું હોય, પોતાને ખૂબ અજ્ઞાની માનતા થકા જ્ઞાની વધુ ને વધુ વિનમ્ર અને મન થતા જાય છે...અનંત વંદન એવા જ્ઞાનીને. અજ્ઞાની પાસે ગહેરી સમજ હોતી નથી કારણ કોઈ વિષયની ગહનતામાં એ જતો જ નથી. ગહેરાઈ જેવું કશું એના જીવનમાં જ હોતું નથી. જરાક ઉપલક આડુંઅવળું જાણતા જ મદોન્મત થઈ એ પોતાને પરમજ્ઞાની કલ્પી રહે છે. નાથ ! મારી ગહેરાઈમાં જવાની યોગ્યતા નથી. હજારો વિષયોને નિરંતર સ્પર્શ છું – પણ ઉપરટપકે... કોઈ એક વિષયમાં તલ્લીન થઈને સમગ્રતાથી એને ગહનતાગ મેળવું એવી મારી ચિત્તસ્થતા જ નથી. ‘અડધો પડધો જ્ઞાની અંતે નૈયા ડૂબાવે'- એવી મારી સ્થિતિ છે. @ સત્યની ખોજનો વિષય એવો અગાધ અગાધ છે કે એમાં આપણે જેટલું વધુ ખેડાણ કરીએ એનાથી કેઈગુણું વિશેષ ખોજવાનું બાકી જણાય આવે. આથી જ અપરંપાર ખોજવું બાકી જાણી બુદ્ધ પુરુષો પોતાને અન્ન અને ખોજી માને છે. – ક્યારેય એ પોતાને પામેલા માનતા જ નથી. કોઈપણ વિષયમાં સત્યના ઝળહળતા-સ્પષ્ટ દર્શન ન થાય ત્યાં સુધી નિર્ણયવાન થવાના બદલે ખોજી બની રહેવું જ પરમશ્રેયકર છે. કહેવત છે કે ખોજી જીવે,વાદી મરે. વિનમ્ર ખોજી રહી આગ્રહ અને અભિનિવેશથી દૂર રહેવું – પરમ નિરાગ્રહી થઈ જવું.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy