SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ સાધનાપથ અને આત્મજ્ઞાન કોઈ શુભભાવના મિષે પણ સહજ-સ્વભાવથી લેશ વિમુખ થવું આત્મસાધકને પાલવતું નથી. પ્રચૂરપણે સ્વભાવનિમગ્ન રહેવાય એવી જ એમની અનન્ય અભીપ્સા રહેતી હોય છે. સ્વભાવ પેખ્યો એની તો આવી જ સ્થિતિ હોય છે. મોટાભાગના આડંબરી અધ્યાત્મીઓને તો સ્વભાવ કે વિભાવની આંતરપરખ પણ હોતી નથી ત્યાં એ બંનેના વેદનમાં રહેલ સંવેદનાનું તારતમ્ય તો ક્યાંથી સમજાય ? શુભાશુભથી પાર ઉઠી એ શુદ્ધભાવમાં આવે તો ને ! શુદ્ધસ્વભાવના સંવેદન વિના સાક્ષાત મુક્તિનો કે મુક્તિપરક ભાવદશાનો સ્વાનુભૂત' બોધ ઊપજતો નથી. મુક્તિમાર્ગના બીનઅનુભવીઓ, અનાદિકાળથી અનુભવીજનોનો વગર સમજ્યે જ વિરોધ કરતાં આવ્યા છે. શાંતિના પ્રેમીને વ્યર્થ શોરબકોર રુચતો નથી એમ વીતરાગી સ્વભાવના આશકને રાગ રુચતો નથી. આથી સર્વ પ્રકારના રાગથી રહિત એવી સહજત્મસ્થિતિમાં જ કરી રહેવા એ પરમ આતુર હોય છે. પાણી વિના માછલી તરફડે એમ સહજાત્ય સ્થિતિ પામવા એ તડપતો હોય છે. ©OS સ્વભાવથી વિછોડાવાનું – અંતર્યામીની ગોદથી વિખૂટા પડવાનું દુઃખ સાધકને મન કેટલું વસમું હોય છે એ માત્ર સાધક જ જાણે છે. – જળ વિના માછલીની જે સ્થિતિ થતી હોય તે તો કેવળ માછલી જ જાણી શકે ને ? જીવ, તું શાંત બેસી...આંખો મીંચી...અંદરમાં ઉતરી...ડરીને એ વાતનો વિચાર કર કે અનંત આત્માઓ આ સંસારથી વિરક્ત થઈને... અંતરમાંથી સંસારને સમૂળગી વિસારી દઈને, સિદ્ધ શા માટે થઈ ગયા ? અહાહા...અનંતા યોગીઓ...સ્વભાવની સહજ મસ્તિમાં એમને ક્યું એવું અજોડ સુખ સંવેદન લાધ્યું કે સંસાર સમસ્તને વિસરી, નિષ્કવળ નીસ્વરૂપલીન થઈ ગયા !!! જીવે એકવાર તો ખૂબ પ્રશાંતચિત્તે આ વિચારણા કરવા જેવી છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy