SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ સાધનાપથ અને આત્મજ્ઞાન હે અનંતા સિદ્ધો...હવે પણ આપને આદર્શરૂપે અવધારીને...જગતના સચરાચર પદાર્થો માત્રને ભૂલીને, શુદ્ધ આત્મભાવનામાં જ લીન થવા તલસું . ઓ અનંતા સિદ્ધો – મારા ઉપર પૂર્ણકૃપા વરસાવો. જિનપ્રતિમા નિહાળું છું ને મારામાં સુષુપ્ત રહેલું સિદ્ધસ્વરૂપ જાગવા મંડે છે. “મૂળસ્વરૂપે તો હું સિદ્ધ જ છું એવો સ્વબોધ જાગતા જ રોમાંચ થઈ આવે છે. અહાહા...અનંતકાળ આવા સ્વરૂપને વિસારી મેં કેવા ખેલ-ખરાબા કર્યા ? વર્તમાનમાં ગાગર જેટલું જીવનું શાણપણ છે – એને સાગર જેટલા શાણપણની જરૂરત છે. કલ્પનાતીત હદે શાણા થવાનું છે. જ્ઞાનીની કોઈ વાત ન બેસે તો સમજવું ઘટે કે: આજ નહીં સમજાય તો જરૂર કાલે સમજાશે, પણ જ્ઞાની અહિતકર કહે જ નહીં. અધ્યાત્મનો આ બોધ કેવળ નિજહીતની જ લગને રાખી ગ્રહવાનો છે. પરને સંભળાવવાના લક્ષથી આનું અધ્યયન કરવાનું નથી. અનંતકાળમાં જીવે પરલો અધ્યયન અપાર કર્યું છે, પણ નિજહિતની જ અનન્ય લગન કદી દાખવી નથી. ભગવાન સિદ્ધને યાદ કરું છું ને અનંતા કર્મમળ મારામાંથી છૂટા પડી જતા હોય એવું લાગે છે. સર્વ દોષો આત્મામાંથી ઊડી ઊડી ને અલોપ થઈ જતા હોય એવું લાગે છે. હું તો અનાદિ-અનંત શુદ્ધ તત્વ જ છું. એવો સ્વાભાવિક અહેસાસ થાય છે. સાધકઆત્માને ભોગ મધ્યે પણ અનાયાસ યોગ સાંભરી આવે છે. અને યોગનું સ્મરણ થતાં જ ઈયું ગદ્ગદીત થઈ જાય છે. ભોગની ભૂતાવળમાંથી ક્યારે છૂટીશ' એવી ઊંડી આહુ વારંવાર નીકળી આવે છે. સાધકને યોગÀત થયાનું અંદમાં કંદન રહે છે. અનંત નિર્વિકાર પરમાત્મા પ્રતિ એ પોકારપ્રાર્થનામય બની રહે છે. અહાહા...ભોગ મળે પણ યોગનું જ સ્મરણ વાગોળતા સાધક પરમવંદનીય
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy