SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ સાધનાપથ અને આત્મજ્ઞાન ખરે જ જ્ઞાની ગમે એટલું પોકારીને કહે પણ સંસારની વાસ્તવિકતા સમજવા જીવ મુદ્દલ તૈયાર નથી ! એ તો બફમાં જ રહે છે. જ્ઞાનીને હાજી હા કરે છેઃ પણ અંતરના ઊંડાણમાં રહેલો અભિપ્રાય બદલવા તત્પર થતો જ નથી. 70× ઊંડેઊંડે તો જીવને એવું જ બેઠેલું છે કે સંસારમાં સુખ છે – સંસાર પરિત્યજવા જેવો નથી. ક્ષણભંગુર આ જીવન પછી શું, એનો તો એને મુદ્દલ વિચાર નથી પણ નિશ્ચિત આવનારી વૃદ્ધાવસ્થા વિગેરેની વિમાસણ પણ એને નથી. 70× હે જીવ, ભાગ્યના ભરોસે પણ રહેવા જેવું નથીઃ પુણ્યાઈના ભરોસે પણ રહેવા જેવું નથી. સંસારમાં સમય પ્રમાણે બધું જ પલટાય જાય છે. સારો વખત મળ્યો હોય તો એ પલટાય એ પહેલા પ્રબુદ્ધતા ખીલવી લેવા જેવી છે. 0≈ બુદ્ધે જરા-મરણના દશ્યો પ્રથમવાર જ નિહાળ્યા કે તુરત જ નિર્ણય કરી લીધો કે આ સંસાર કરપીણ છે. એક જ આંચકે એમની પ્રબુદ્ધતા પુરી પાંગરી ઉઠી...અગણિત આંચકા આવવા છતાં આપણી પામરતા તુટતી નથી ! આ સંસાર સર્વ કાળ, સર્વ જીવોને, અલ્પ સુખ અને મહત્તમ દુઃખ-ક્લેશ જ આપતો આવ્યો છે. કલ્પનાઓ અને આશાઓના જોરે જીવ વાસ્તવિકતા પ્રત્યે થઈ શકે એટલા આંખમિંચામણા કરી કરીને વેરાગથી છેટો રહે છે. 710 સત્ય સમજવાના સોના ટાણાં આવે છે. વખત આવ્યે જીવને અનાયાસ પણ સત્ય સમજાય છે. પણ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. છલાંગ લગાવીને સત્યની દુનિયામાં પ્રવેશ કરવા જોગું સામર્થ્ય કે સાહસબળ ત્યારે હોતું નથી. --0 આ સંસારમાં કંઈપણ સાર હોય તો કેવલ આત્મા અંતર્મુખ ઠરી જઈને...અંતરના સહજ આનંદને સંવેદે એ જ એકમાત્ર સાર છે. એ સિવાય ક્યાંય-કશામાંય કશો પણ સાર નથી. અન્યત્ર સાર ભાસતો હોય તો એ ભ્રમણા જ છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy