SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ સાધનાપથ અને આત્મજ્ઞાન જગત સાચા રાહબરો વિનાનું કદી હોતું જ નથી. રાહબર તો અવારનવાર અવતાર લે જ છે. પણ...આડંબરી ઉપદેશકોથી પ્રભાવિત થયેલા શ્રોતાઓ સાચા રાહબરને પિછાણી શકતા જ નથી એનો કોઈ ઉપાય નથી. 0 સાચા જ્ઞાની માત્ર પરલોક સુધારવા નહીં પરંતુ વર્તમાન જીવન પણ સુધારવા પ્રેરણા આપે છે. કોઈપણ અવસ્થામાં કે કોઈપણ ઘટના વિશેષમાં, પ્રકૃતિને શાંત-સમતામય અને અનુત્તેજીત કેમ રાખવી એની અદ્ભુત કળા એ શીખવતા હોય છે. આજનો માનવ જીવન જીવવાનું ખરૂં કૌશલ ગુમાવી બેઠો છે. એથી રત્નચિંતામણી જેવું જીવન રફેદફે થઈ રહ્યું છે. જીવનની ૫૨મોન્નત સંભાવનાઓ માનવી જાણતો ય નથી. તેથી ખરા જ્ઞાની પ્રથમ યત્ન માનવીનું પ્રવર્તમાન જીવન સુધારવા કરે છે. આ જન્મ સુધરશે તો જ ભાવી જન્મો સુધરશે. ©Þ જ્ઞાની ચાહે છે કે સામો જીવ પણ પોતાની માફક હળવાશથી જીવનની બધી ઘટનાઓ લેતો થાય અને વ્યર્થ આકુળ-વ્યાકુળ ન થાય. જ્ઞાની શ્રોતાઓને ઉત્તેજીત કરવામાં નહીં પણ એની તમામ ઉત્તેજનાઓ ઉપશાંત કરવામાં માને છે. 70 માનવીઓની પ્રકૃતિ વિષમ હોવાનું એક મહત્વનું કારણ એ પણ છે કે એની પ્રકૃતિને ઉપશાંત કરનારા અને સહજ-સ્વાભાવિક જીવનનો પાઠ શીખવનારા જીવનના મર્મજ્ઞ એવા કોઈ સદ્ગુરુ એને મળ્યા નથી. 70 જીવન પલટાવવાની ઝાઝી ફીકર ન કરોઃ જીવન તો પલટાવવું આસાન છે, – જો એવા નિપુણ પથદર્શક મળી રહે તો... સત્ય દિલ અને દિમાગમાં ઉતરવું કઠણ છે. દિલ અને દિમાગમાં જચી જાય તો જીવન એને અનુરૂપ બનાવવું કઠણ નથી. ©Þ કોઈ એમ કહે કે, સત્ય મને દિલમાં અને દિમાગમાં તો સો ટકા બેઠું છે પણ હજું અંતઃકરણ એને આત્મસાત્ કરવા – આચારમાં મૂકવા સમર્થ નથી; તો એની એ વાત યથાર્થ નથી. – જરૂ૨ દિમાગમાં હજું દુવિધા છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy