SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) ચક્રોમાં નવકાર જાપ ઃ આપણા શરીરની કરોડરજ્જુ (મેરુદંડ)માં નીચેના મણકાથી માંડીને બ્રહ્મરંધ્ર સુધીમાં જુદા જુદા સ્થાને સૂક્ષ્મ સાત ચક્રો અર્થાત્ વિશિષ્ટ ચૈતન્ય કેન્દ્રો આવેલા એમ યોગવેત્તા સાધકો જણાવે છે. તેમાં સૌથી નીચેના ‘મૂલાધાર’ ચક્ર પાસે ‘કુંડલિની’ નામે દિવ્યશક્તિ અનાદિકાળથી સુસુપ્ત અવસ્થામાં પડેલી છે. સાડા ત્રણ આંટા ગૂંચળું વાળીને અધોમુખી નાગણ જેવી તેની સૂક્ષ્મ આકૃતિ છે. ધ્યાન-જાપ-ભક્તિ આદિ દ્વારા તે શક્તિ જાગ્રત થઈ ઉર્ધ્વમુખી બની ક્રમશઃ ચક્રોનું ભેદન કરતી કરતી બ્રહ્મરંધ્રમાં આવેલ સહસ્રારચક્રમાં પ્રવેશ કરે છે ત્યારે સાધકને સમાધિ દશામાં આત્મસાક્ષાત્કાર થઈ શકે છે. કુંડલિની શક્તિ સહેલાઈથી ઉર્ધ્વગમન કરી શકે તે માટે વચ્ચે આવતા ચક્રોનું શુદ્ધિકરણ જરૂરી છે. તેની શુદ્ધિ માટે તે તે ચક્રોમાં નવકારનો જાપ સહાયક બની શકે છે એમ અનુભવી સાધકો પાસેથી જાણવા મળ્યું છે. એટલે નીચે મુજબ ચક્રોમાં નવકાર જાપ કરી શકાય. કયા ચક્રમાં આનાક સ્વાન ફૂટી વચ્ચે-ચાંદલો કરવાના સ્થાને. બ્રહ્મરંધ્રમાં–ચોટલી રાખવાના સ્થાને ગળામાં—કંઠમણિની જગ્યામે (૧) નમો અરિહંતાણં (૨) નમો સિદ્ધાણં સાયક (૩) નમો આયરિયાણં વિશુદ્ધિયક (૪) નમો ઉવજ્ઝાયાર્થ અનાહતયક્ર હૃદય પાસે (૫) નમો લોએ સવ્વસાહૂણં મણિપુર ચક્ર નાભિ પાસે (૬) એસો પંચનમુક્કારો સ્વાધિષ્ઠાન ચક્ર નાભિથી આઠેક આંગળ નીચે (૭) સત્વ-પાવપણાસણો (૮) મંગલાણં ચ સવ્વેસિ (૯) પઢમં હોઈ મંગલ સ્વાધિષ્ઠાન ચક્ર નાભિથી આઠેક આંગળ નીચે મૂલાધાર ચક્ર કરોડ રજ્જુના છેલ્લા મણકા પાસે. મૂલાધાર ચક્ર કરોડ રજ્જુના છેલ્લા મણકા પાસે ઉપરોક્ત ચક્રો મુખ્યત્વે કરોડરજ્જુના અંદરના ભાગમાં આવેલા જાણવા. પદ્માસન, અર્ધપદ્માસન કે સુખાસન (પલાંઠી)માં ટટ્ટાર બેસીને બંધ આંખે ઉપયોગને તે તે ચક્રોના સ્થાનમાં ક્રમશઃ લઈને નવકારનો જાપ રોજ ૧૦૮ વખત કરવાથી અનુક્રમે ચક્રોમાં રહેલી અશુદ્ધિ દૂર થાય છે ચિત્તની ચંચળતા ઓછી થાય છે. તથા ક્રમશઃ કુંડલિની ૨૦ જાગ્રત થઈ ઉદર્ધ્વગમન કરી આજ્ઞાચક્રથી આગળ જતાં ધ્યાન–સમાધિદશાનો અનુભવ થવાપૂર્વક આત્માનુભૂતિ થઈ શકે છે. એકેક ચક્રમાં એકેક પદને બદલે દરેક ચક્રમાં ૧-૧ આખા નવકારનો જાપ પણ કરી શકાય. (૯) અર્થ સાથે નવકાર જાપ : નવકાર મહામંત્રનો શબ્દાર્થ તથા વિશેષાર્થ જાણવાથી, જાપ કરતી વખતે પંચ પરમેષ્ઠી ભગવંતો પ્રત્યે અત્યંત અહોભાવ-સમર્પણભાવ ઉત્પન્ન થવાથી ચિત્ત સહેલાઈથી સ્થિર થઈ શકે છે. તે માટે નીચે મુજબ અર્થ સહિત નવકાર જાપ પણ કરી શકાય. નમો અરિહંતાણં – અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ નમો સિદ્ધાણં – સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ નમો આયરિયાણં – આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ નમો ઉવજ્ઝયાણું – ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ નમો લોએ સવ્વસાહૂણં લોકમાં રહેલા સર્વ સાધુ-સાધ્વી ભગવંતોને નમસ્કાર થાઓ એસો પંચનમુક્કારો—આ પાંચ (પરમેષ્ઠી ભગવંતો)ને કરેલો નમસ્કાર સવ્વપાવપ્પણાસણો – સર્વ પાપોનો પ્રાશક છે મંગલાણં ચ સવ્વેસિ – અને સર્વ મંગલોમાં પઢમં હોઈ મંગલં —પ્રથમ મંગલ છે તદુપરાંત પંચ પરમેષ્ઠી ભગવંતોનું અત્યંત અદ્ભુત બાહ્ય તેમજ આત્યંતર સ્વરૂપ, તેમના વિશિષ્ટ સદ્ગુણો તથા આપણી ઉપરના તેમના અગણિત ઉપકારોની વિસ્તૃત સમજ ગુરૂગમથી તેમજ સાંચન દ્વારા મેળવવાથી જાપ કરવાથી તે તે પદો બોલતાંની સાથે જ તે તે પરમેષ્ઠી ભગવંતોનું સ્વરૂપ માનસચક્ષુ સમક્ષ ઉપસી આવે છે. જેથી ખૂબ જ આનંદ આવે છે તથા ચિત્ત બહાર ભટકતું આપોઆપ અટકી જાય છે. તેથી અહીં પંચ પરમેષ્ઠી ભગવંતોના ૧૦૮ ગુણોનું સ્વરૂપ દર્શાવાય છે. જાપ સિવાયના સમયમાં ક્યારેક શાંત બેસી, આંખો મીંચીને પંચ પરમેષ્ઠી ભગવંતોના ગુણોની અનુપ્રેક્ષા કરવાથી અવર્ણનીય આનંદની અનુભૂતિ થઈ શકે છે.
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy