________________
પર હાથ ફેરવતાં કહેવા લાગ્યા, ‘તમને કંઈ થવાનું નથી. ઠાકોરજીનું સ્મરણ કરો. ભગવાન સારું કરશે. મટી જશે. સ્મરણ કરો.
વેદના એટલી બધી તીવ્ર હતી કે હમણાં પ્રાણ ખંખેરું ઊડી જશે. એમ લાગતું હતું. મેં તેમને કહ્યું, ‘આ શરીર પડી જાય તો એને ઘર ભેગું કરજો.’
ભાઈએ હિંમત આપી ‘તમને મટી જશે. ચિંતા ન કરો. ચિંતા ન કરો. પ્રભુનું સ્મરણ કરો.'
વાતાવરણમાં વેદનાની ચીસો સંભળાતી હતી. ચારેકોર ગમગીની પ્રસરી રહી હતી. વિષાદનાં વાદળ ઘેરાતાં હતાં. ન સહાય, ન વેઠાય, ન ઉઠાય, ન બેસાય, ન સૂઈ રહેવાય, ન કહેવાય તેવી કારમી વેદના શરીર પર પોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠી હતી. મોત સામે દેખાતું હતું પણ નવકારનું સ્મરણ એને પડકારતું. ‘કાંઈ જ થવાનું નથી.' ગભરાવાની જરૂર નથી. અંદરથી કોઈ આશ્વાસન આપતું હતું. તે સમયે એકાએક એક કાર ત્યાંથી પસાર થતી હતી. એ બનેલો આ બનાવ જોવા, જ્યાં હું પડ્યો હતો, ત્યાં આવીને ઊભી રહી. સાથેના મિત્રે બધી વાત કરી. અને મને તેમની કારમાં બેસાડીને પાસેની કોઈ હૉસ્પિટલમાં લઈ જવા વિનંતી કરી. તેમણે વિનંતી સ્વીકારી. કારમાં ત્રણ ભાઈઓ હતા. સુરતથી ઝઘડિયા જાત્રા કરવા જતા હતા. તેમણે મને ખૂબ પ્રોત્સાહન આપ્યું. માર્ગ કાપતાં, નવકાર, શાંતિ, બૃહત શાંતિ સંભળાવી. પરમ ઉપકારી પરમ પૂજ્ય ગુરુદેવનું સ્મરણ થયું. હૃદયથી તેમનાં દર્શન કર્યાં. ન બોલાય તેવી હાલતમાં પણ નવકારમંત્ર બોલવા માંડ્યો. વેદના વિસારે પડી. દુઃખ દૂર થયું. ત્યાં અંકલેશ્વર આવ્યું. દવાખાના નજીક છોડી, કાર ઝઘડિયાના રસ્તે દોડી ગઈ.
કુટુંબમાં કોઈને પણ આ વાતનો અણસાર ન આવે તેમ રહેવા પ્રયત્ન કર્યો, જાણે કંઈ જ ન બન્યું હોય તેમ સૂઈ રહેવા મથ્યો, પણ દુઃખ જાગતું હતું. શરીર ચાડી ખાતું હતું. માંડ સવાર પડી. જંબુસરના ડૉક્ટરની સારવાર લીધી.
અંકલેશ્વરના ડૉક્ટરે ખૂબ જ હિંમત આપી. યોગ્ય દવા કરી. શરીર પર મૂઢ માર પડેલો. કેટલાક ભાગમાં કારમી ચોટ લાગેલી. દેવગુરુકૃપાએ સાથેના ભાઈ અંકલેશ્વરથી રાતે ભરૂચ લઈ આવ્યા. અને મોડી રાતે ભરૂચથી જંબુસર આવ્યા. ઘેર મૂકી ગયા.
આ સમાચાર મુંબઈ મળતાં, પરમ સ્નેહી, સેવાભાવી, સાધર્મિક પ્રેમી ઉપકારી શેઠશ્રી ખીમજીભાઈ (બાબુભાઈ) છેડા (કાંડાગરાવાળા) જંબુસર દોડી આવ્યા. મુંબઈ આવવા જણાવ્યું. થોડા દિવસો બાદ મુંબઈ ગયા અને ખીમજીભાઈની કાળજીભરી માવજત નીચે, બૉમ્બે હૉસ્પિટલના ડૉક્ટરોની પ્રેમભરી સારવાર મળી, દવા મળી, નવું જીવન મળ્યું.
આવો છે આ મંત્રાધિરાજ નમસ્કાર મહામંત્રનો પ્રભાવ! અદ્ભુત અને અનુપમ! તેની અચિંત્ય શક્તિ સક્રિય બનીને, બધું બનવા પાછળ, આ જીવનું રક્ષણ કરતી હતી.
મહાન પુણ્યોદયે મળેલા આ મહામંત્રને હૈયામાં વણી લઈ, આપણે મળેલું માનવજીવન સફળ કરવું જોઈએ. પ્રત્યેક શ્વાસે સંભારવો જોઈએ. આ મંત્રનો મહિમા અપરંપાર છે.
પરદેશમાં રહેતા એક ભાઈને હૃદય રોગનો હુમલો થયો. તેથી ઈંગ્લૅન્ડની એક હૉસ્પિટલમાં તેમને દાખલ કર્યા. ઑપરેશન-થિયેટરમાં તેમને લઈ જવામાં આવ્યા. હૃદય બંધ પડી ગયું હતું.
ડૉક્ટરે તપાસ કરી, જણાવ્યું, “He is dead.’ (તેઓ મૃત્યુ પામ્યા છે.) તેમના શરીર પર કપડું ઢાંકી દીધું. સગાંઓને જાણ કરી. અને તે શરીરને સોંપવા માટે તૈયારી થઈ રહી. સ્ટ્રેચર પર દેહને મૂકીને ઑપરેશન થિયેટર બહાર લાવ્યા. ત્યાં ઢાંકેલા કપડામાંથી અવાજ આવ્યો, “નમો અરિહંતાણું!" ડૉક્ટર તથા સગાં-સંબંધીઓને ભારે આશ્ચર્ય થયું. કપડું દૂર કર્યું. પેલા ભાઈએ આંખ ખોલી. બધાને જોતાં બોલી ઊઠ્યા, “નમો અરિહંતાણં.’’ બેઠા થઈ સહુને જણાવ્યું. ‘આટલા સમય સુધી હું પૂજ્ય ગુરુ મહારાજ પાસે
અકથનીય મહિમા કહ્યો, નવકારમંત્રનો ભાઈ; વાણી વર્ણવી નવ શકે, અનુભવથી સમજાઈ.’–૯૪
૧૫૩