SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય તથા દર્શકુમારે પણ આ સંપાદનકાર્યમાં સહાય કરવા દ્વારા કેવળજ્ઞાનપ્રાપ્તિને નિકટ બનાવી છે. વિરતિ ગ્રાફિક્સવાળા અખિલેશભાઈ મિશ્રાજીએ ટાઈપસેટીંગ કરી આપીને અત્યંત જટિલ કાર્ય સુગમ બનાવ્યું છે. તથા વડોદરા નિવાસી શ્રીયુત જતીનભાઈ શાહે પણ આ ક્ષેત્રમાં બિલકુલ અનુભવ ન હોવા છતાં પણ જે ખંતથી, જે ધીરજથી, જે મહેનતથી, જે આદરભાવથી અનુભવી વ્યક્તિના કાર્યને પણ શરમાવે તેવું સુંદર મજાનું સંપાદન કરી આપ્યું છે. તે બદ્દલ તેઓશ્રી હજારો હજાચે ધન્યવાદને પાત્ર છે. નવનીત પ્રકાશન, શ્રીમાન અતુલભાઈ શેઠીયાએ પણ જે સુંદર રીતે મુદ્રણ કરી આપ્યું છે. તેમનો આ સહકાર માનસપટ ઉપર સદાય અંકિત રહેશે. કિરીટભાઈ વડેચા એ પ્રસ્તુત ગ્રંથનું આકર્ષક ટાઇટલ પેજ બનાવી આપી ગ્રંથની ઉપાદેયતામાં વધારો કર્યો છે માટે તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. આ સિવાયના નામી-અનામી જે કોઈ પણ વ્યક્તિએ આ કાર્યમાં પ્રત્યક્ષ-પરોક્ષપણે સહાય કરી છે તેમની સહાયની હાર્દિક અનુમોદના કરું છું. પ્રાન્ત, પ્રસ્તુત સંપાદનમાં મારા મતિદોષથી કે અનવધાનથી સંપાદનમાં કોઈ પણ ભૂલ રહેવા પામી હોય તો આચારાંગટીકાના અંતે ટીકાકારશ્રી શીલાચાર્યજીએ પ્રયોજેલા માવિના ઉત્તરાર્થે ” વિશેષણોથી વિશિષ્ટ એવા ગીતાર્થ ભગવંતો તે ભૂલો જણાવવા કૃપા કરે. જેથી આગામી પ્રકાશનમાં તેનો સુધારો કરી શકાય. પરમ તારક જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય કે છપાયું હોય તેનું ત્રિવિધ ત્રિવિધે અંત:કરણથી મિચ્છામિ દુક્કડં માગું છું. પ્રસ્તુત ગ્રંથના ચિંતન-મનન-નિદિધ્યાસન દ્વારા અધ્યેતાવર્ગ શીઘાતિશીઘ પરમપદને પામે એ જ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. વિ, સં. ૨૦૬૬, રવિયોગ, વિજયાદશમી અનન્તયશ વિજય જયાની '
SR No.032460
Book TitleAcharang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJaysundarsuri, Yashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages496
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy