________________
પ્રસ્તાવના * ઉપસ્થાપના વિધિમાં પણ સામાચારીનું પ્રાધાન્ય. (પૃ૦૧૫૧) * પુદ્ગલવર્ગણાનું સ્વરૂપ. (પૃ-૧૮૧) * સ્થિત્યાદિબંધનિરૂપણ. (પૃ૧૭૬-૧૮૧) * દ્રવ્ય-ભાવઈન્દ્રિયનું અન્ય શ્વેતાંબર ગ્રન્થોમાં ન મળે તેવું સ્વરૂપ. (પૃ૧૯૩-૧૯૪) * દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વડે ચતુર્વિધ સામાયિકનું નિરૂપણ. (પૃ૨૦૨-૨૦૩) * ગોત્રકર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધ ભાંગા. (પૃ૨૧૬) * પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ. (પૃ૨૧૭) * એકમહાવ્રતના ભંગમાં સર્વમહાવ્રતોનો ભંગ. (પૃ૦૨૫૯) * દેશનાવિધિ. (પૃ૨૫૮) * સત્તાસ્થાનનિરૂપણ. (પૃ૨૮૮-૨૯૦) * બન્ધસ્થાનનિપૂણ. (પૃ૨૯૬-૨૯૭) » લજજા-ભય વગેરેથી સંયમપાલન અંગે વ્યવહાર-નિશ્ચયનયનું મન્તવ્ય. (પૃ૩૦૩) * આશ્રવ-સંવરસ્થાનોની અનેકાન્તિકતા. (પૃ૩૩૩) * ઉદયસ્થાનનિરૂપણ. (પૃ૩૪૮)
આ રીતે પ્રસ્તુત ગ્રન્થનો વિષય, કર્તા, રચનાસમય વગેરે બતાવ્યા પછી સંપાદન અંગેની અમારી પદ્ધતિને “સંપાદકીય' લેખમાં અમે અધ્યેતા વર્ગ સમક્ષ રજૂ કરીશુ.
પ્રાન્ત, જિનાજ્ઞાવિરુદ્ધ કંઇ પણ લખાયું હોય તો તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડ માગું છું.
વિ.સં.૨૦૬૬, રવિયોગ, વિજયા દશમી
અનન્તયશવિજય જયાનન્દી'