SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જિનાગમો વિજયતે અભયદેવસૂરિએ એક સ્થળે ગંધહસ્તિસૂરિના નામથી પાઠનો નિર્દેશ કર્યો છે. તે પાઠ તત્ત્વાર્થટીકાકાર સિદ્ધસેનગણના પાઠ કરતાં ભિન્ન છે. તેથી પૂ. આગમપ્રજ્ઞ જંબૂવિજયજી મહારાજાએ તે અભયદેવસૂરિના પાઠના આધારે આ. સિદ્ધસેનગણિની ગંધહસ્તિરૂપે પ્રસિદ્ધિ ઉપર ટિપ્પણમાં પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. તેથી આ સિદ્ધસેનગણિએ આચારાંગસૂત્ર ઉપર ચૂર્ણિ બનાવી છે એવું ન્યાયત્રિપુટીજીનું કથન પણ વિચારણીય બને છે. ટૂંકમાં, પૂજ્ય ગન્ધહસ્તિસૂરિએ આચારાંગસૂત્ર ઉપર વિવરણ રચ્યું છે એ વાત નિર્વિવાદપણે સિદ્ધ થાય છે. પણ તે ગન્ધહસ્તિ કોણ ? એ મુદ્દો વિચારણીય બને છે. આ વિષય ઉપર વિશદ વિચારણા કરે એવી વિદ્વત્ જગતને મારી નમ્ર પ્રાર્થના, અસ્તુ. વર્તમાનમાં જૈનસંઘમાં છેલ્લાં કેટલાંય સૈકાઓથી જે આચારાંગ ટીકાનું અધ્યયન બહુલ પ્રમાણમાં થાય છે. તેના ટીકાકારશ્રીનું પુણ્યનામધેય છે આચાર્ય શ્રી શીલાચાર્ય. તેઓ શીલાકાચાર્યરૂપે પ્રસિદ્ધિને પામ્યા છે. તથા તેમનું બીજું નામ તત્વાદિય પણ છે. તે શીલાચાર્ય વડે વિરચિત આચારાંગ ટીકાના પ્રથમ ભાગનું પ્રકાશન અમે હાલ કરી રહ્યા છીએ. તેમના જીવનકવન અંગે જે થોડી ઘણી માહિતી પ્રાપ્ત થાય છે તે અમે વાચકવર્ગ સમક્ષ રજૂ કરીએ છીએ. વર્તમાનમાં ઉપલબ્ધ થતી આચારાંગ ટીકાના કર્તા શીલાચાર્ય નિવૃત્તિકુલના છે. તથા ટીકાકાર અને તેમણે વાહગિણિની સહાયથી પ્રથમ ૨ અંગ આચારાંગ અને સૂત્રકૃતાંગ સમય ઉપર વૃત્તિઓ રચી છે. અમારી પાસે રહેલી ખંભાત, શાંતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાનભંડારની ૨ તાડપત્રીયપ્રતો, ભંડારકર ઈન્સ્ટીટ્યુટ, પુનાની ૧ તાડપત્રીય પ્રત તથા જૈસલમેર જિનભદ્રસૂરિ હસ્તલિખિત જ્ઞાનભંડારની ૧ અને સંઘવી પાડાભંડાર, પાટણની ૧ તાડપત્રીય પ્રતો એમ કુલ ૫ તાડપત્રીય પ્રતોમાં તથા કાગણ ઉપર લખાયેલ અન્ય ભંડારોની ૩ પ્રતોમાં સર્વત્ર પ્રથમ શ્રુતસ્કંધના અંતે '...निवृत्तिकुलीनश्रीशीलाचार्येण तत्वादित्यापरनाम्ना वाहरिसाधुसहायेन कृता टीका परिसमाप्तेति । તિઃ શીતાવાર્યતિ' આ પ્રકારનો ઉલ્લેખ મળે છે. દ્વિતીય શ્રુતસ્કંધના અંતે ‘રૂતિ आचार्यश्रीशीलांक [सीलांग, शीलांग प्र०] विरचितयामाचारटीकायां द्वितीयः श्रुतस्कन्धः समाप्तः' આ પ્રકારનો પાઠ મળે છે. તથા સૂત્રકૃતાંગ ટીકાના અંતે પણ ‘તા વેયં શીતાવાર્યેળ વારિળિસહાન' આવો પાઠ પ્રાપ્ત થાય છે. “અહીં ટીકાકારશ્રી પોતાને ક્યાંક શીલાચાર્ય નામથી ક્યાંક શીલાંકાચાર્ય નામથી ઓળખાવે છે. તેથી ટીકાકારનું નામ શીલાચાર્ય હોવું જોઈએ અને શીલાંક એ સૂચક પદ હોવું જોઈએ. જેમ ઘક્ષિણ્યાંકપદથી કુવલયમાલાકાર ઉદ્યોતનસૂરિ, ભવવિરહાંકપદથી યાકિનીમહત્તાસૂનુ હરિભદ્રસૂરિ, વિમલાંકપદથી વિમલસૂરિ સૂચિત થાય છે. તેમ અહીં પણ શીલાંકપદથી શીલાચાર્ય સૂચિત થાય છે”. એવું પંડિતવર્ય અમૃતલાલ ભોજકનું મંતવ્ય ટિ. ૧. જુઓ ચઉપન્નમહાપુરિસચરિયું, પ્રસ્તાવના પૃ૫૫.
SR No.032460
Book TitleAcharang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJaysundarsuri, Yashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages496
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy