SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જિનાગમો વિજયતે તથા મુનિહર્ષકલ્લોલવિરચિત અવચૂરિ ઉપલબ્ધ થાય છે. તદુપરાંત, વિક્રમના બીજા સૈકામાં થઇ ગયેલા પૂર્વમહર્ષિ આચાર્ય ગંધહસ્તિસૂરિ એ પણ આચારાંગ સૂત્ર તેમ જ બાકીના ૧૦ અંગો ઉપર વિવરણ રચ્યું હતું એવા ઉલ્લેખો હિમવંત થેરાવલીમાં મળે છે. તેમ જ શ્રી શીલાચાયૅ( શીલાંકાચાર્યે) પણ આચારાંગ વૃત્તિના પ્રારંભમાં મંગલ કરતાં જણાવ્યું છે કે “શ્રી ગંધહસ્તિ વડે કરાયેલ શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનું વિવરણ અત્યંત વિશાળ તથા ગહન છે. તે વિવરણમાંથી સુખેથી બોધ કરી શકાય તે માટે હું સાર ને ગ્રહણ કરૂં છુ.” તથા આચારાંગ વૃત્તિમાં બીજા લોકવિજય અધ્યયનના વિવરણનો પ્રારંભ કરતી વખતે પણ શ્રી શીલાચાર્યજી જણાવે છે કે “પૂજય ગંધહસ્ટિમિશ્ર વડે વિવરણ કરાયેલ શસ્ત્રપરિજ્ઞાવિવરણ અતિગહન છે. તેથી મારા વડે તેનું) વિવરણ કરાયું. તે પછી હવે હું બાકી રહેલા અધ્યયનનું વિવરણ કરૂં છું.' આ ઉલ્લેખો ઉપરથી એટલું તો અસંદિગ્ધપણે નિશ્ચિત થાય છે કે પૂજય ગંધહસ્તિમિશ્ર વડે શસ્ત્રપરિજ્ઞા ઉપર વિવરણ રચાયું હતું અને તે વિક્રમના દશમા સૈકા સુધી અર્થાત્ શ્રી શીલાચાર્યજીના સત્તાકાળ સુધી વિદ્યમાન હતું. બાકીના અધ્યયનો ઉપર ગંધહસ્તિસૂરિએ વિવરણ રચ્યું હતું કે નહીં? તે શંકાના સમાધાન માટે પૂજય આગમપ્રભાકર પુણ્યવિજયજી મહારાજા બૃહત્કલ્પસૂત્રના છઠ્ઠા ભાગના આમુખમાં જણાવે છે કે “જો કે ઉપર હિમવંત થેરાવલીમાં જણાવેલ અગીયાર અંગના વિવરણો પૈકી એક પણ વિવરણ આજે આપણી સામે નથી. તે છતાં આચાર્ય શ્રી શીલાંકે પોતાની આચારાંગ સૂત્ર ઉપરની ટીકાના પ્રારંભમાં “શસ્ત્રપરિજ્ઞાવિવરાતિવહુ હિન ૨ શ્વસ્તિકૃતમ્ ” એમ જણાવ્યું છે તે જોતાં હિમવંત થેરાવલીમાંનો ઉલ્લેખ તરછોડી નાખવા જેવો નથી, અસ્તુ.' ટિવ ૧. “હિમવંત થેરાવલી' માં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે-સાથરેવતી નક્ષત્રાનાં કાર્યસિહાધ્યા: शिष्य अभूवन्, ते च ब्रह्मद्वीपिकाशाखोपलक्षिता अभूवन् । तेषामार्यसिंहानां स्थविराणां मधुमित्राऽऽर्यस्कन्दिलाचार्यनामानौ द्वौ शिष्यावभूताम् । आर्यमधुमित्राणां शिष्या आर्यगन्धहस्तिनोऽतीव विद्वांसः प्रभावकाश्चाभूवन् । तैश्च पूर्वस्थविरोत्तंसोमास्वातिवाचकरचिततत्त्वार्थोपरि अशीतिसहस्रश्लोकप्रमाणं महाभाष्यं रचितम् । एकादशाङ्गोपरि चार्यस्कन्दिलस्थविराणामुपरोधतस्तै विवरणानि रचितानि । यदक्तं तद्रचिताचाराङ्गविवरणान्ते यथा 'थेरस्स महुमित्तस्स, सेहेहिं तिपुव्वनाणजुत्तेहिं । मुणिगणविवंदिएहिं, ववगयरागाइदोसेहिं ॥ बंभद्दीवियसाहामउडेहिं गंधहत्थिविबुहेहिं । विवरणमेयं रइयं दोसयवासेसु विक्कमओ ।।' ૨. ત્રિપરિજ્ઞાવિવરણમતિવર્લ્ડ હનું શ્વસ્તિતમ્ तस्मात् सुखबोधार्थं गृह्णाम्यहमञ्जसा सारम् ।।-आचाराङ्गवृत्ति पृ०१ ।। ૩. शस्त्रपरिज्ञाविवरणमतिगहनमितीव किल वृतं पूज्यैः । श्रीगन्धहस्तित्रैर्विवृणोमि ततोऽहमवशिष्टम् ।।-आचाराङ्गवृत्ति पृ०१५३ ।। જુઓ બૃહત્કલ્પસૂત્ર, ૬ઠ્ઠો ભાગ, આમુખ પૃ૩-૪.
SR No.032460
Book TitleAcharang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJaysundarsuri, Yashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages496
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy