SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ જિનાગમો વિજયતે મુકામે મને સામેથી કહ્યું કે “આચારાંગ ટીકાનું પણ સાથે સાથે જો સંશોધન થાય તો અધ્યેતા વર્ગને ચૂર્ણિનું અધ્યયન સરળ થાય.” “ભાવતું'તું ને વૈદે કીધું' એવી સ્થિતિ મારા માટે સર્જાઇ. પૂજ્ય ગુરૂદેવશ્રીની ભાવનાને શિરસાવંઘ કરી પ્રાચીન-પ્રાચીનતમ તાડપત્રીય હસ્તાદર્શોને મેળવવા પુરુષાર્થ પ્રારંભ્યો. આ અંગે પૂજ્યપાદ જંબૂવિજયજી મહારાજાને પૂછાવતાં એમણે જણાવ્યું કે આચારાંગ ટીકાના ૧ થી ૪ અધ્યયન સુધીનું સંશોધન પંડિતવર્ય શ્રી અમૃતલાલ ભોજકે કરેલ છે. તેની પ્રેસકૉપી પ્રાકૃત ગ્રન્થ પરિષદમાં વિદ્યમાન છે. તથા તે પ્રેસકૉપીના આધારે હું તેનું યથાવતું સંપાદન કરી રહ્યો છું.” આ સમાચાર પછી આચારાંગ ટીકાનું સંશોધનકાર્ય વધારે સરળ બન્યું. વળી, પૂજ્ય જંબૂવિજયજી મહારાજાએ તે આચારાંગ ટીકાની પ્રેસ કૉપી, પોતે સંપાદિત કરેલ ગ્રંથ મોકલાવ્યા તથા તેની C D પણ ઉપયોગમાં લઇ શકાશે એવી સહર્ષ અનુમતિ આપી. તેઓશ્રીના આ અસીમ ઉપકારથી ૧ થી ૪ અધ્યયનનું કાર્ય મારા માટે અત્યંત સરળ બની ગયું. તેઓશ્રીનો આ ઉપકાર સદાય માનસપટ ઉપર અંકિત રહેશે. ત્યાર બાદ પાંચમા અધ્યયનથી સંશોધનનો પ્રારંભ કર્યો. હાલ ૫ થી ૯ અધ્યયન સુધીનો બીજો ભાગ પ્રેસમાં છે જે ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે. પૂર્વે પૂજ્યપાદ ગુરૂદેવશ્રીની ભાવના હતી કે “આચારાંગ ટીકા તથા ચૂર્ણિ બન્ને સાથે પ્રકાશિત કરવા. જેથી અધ્યેતા વર્ગને એક જ પુસ્તકમાં સુલભતાથી બન્ને વ્યાખ્યાગ્રંથો મળી રહે.” આ ભાવનાને અનુલક્ષીને ટીકા તથા ચૂર્ણિ બન્નેનું કાર્ય સાથે ચાલતું હતું. પરંતુ, પૂજ્યપાદ તાર્કિકશિરોમણિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજાએ સૂચન કર્યું કે “આચારાંગ ટીકા, આચારાંગ ચૂર્ણિ તથા બન્ને સંયુક્ત હોય એ રીતે પ્રકાશિત કરો. જેથી અભ્યાસુ વર્ગને તમામ સામગ્રી ઉપલબ્ધ બને.' તેથી પૂજ્ય આચાર્યશ્રીની સૂચનાને અનુસાર હાલ આચારાંગ ટીકા ૧ થી ૪ અધ્યન પ્રકાશિત કરી રહ્યા છીએ. બાકીના પ્રકાશનો પણ યથાવસર પ્રકાશિત કરવામાં આવશે. | વિક્રમ સંવત્ ૨૦૩૩માં મહાવીર જૈન વિદ્યાલય દ્વારા જૈન આગમ ગ્રંથમાલાનાં ગ્રંથાંક ૨(૧) રૂપે આચારાંગ સૂત્ર-મૂલ પૂજ્ય જંબૂવિજયજી મહારાજે પ્રકાશિત કર્યું હતું. તે ગ્રંથની પ્રસ્તાવનામાં પૂજ્ય જંબૂવિજયજી મ.એ આચાચંગ સૂત્ર અંગે વિસ્તૃત છણાવટ કરી છે. જિજ્ઞાસુ વર્ગને તે પ્રસ્તાવના જોવા ખાસ ભલામણ છે. તેમ છતાં, આચારાંગ સૂત્ર અંગે કંઈક જણાવવાની અમારી અદમ્ય ઈચ્છાને અમે રોકી શકતાં નથી. શ્રી આચારાંગ સૂત્ર એ જૈનપ્રવચનનો સાર છે. ચૌદ પૂર્વધર ભગવાન ભદુબાહુ સ્વામી આચારાંગ સૂત્ર આચારાંગ નિર્યુકિતમાં આચાચંગ સૂત્રનું માહાસ્ય દર્શાવતાં જણાવે છે અંગે કિંચિત્ કે “તીર્થકર ભગવંતો તીર્થપ્રવર્તનના પ્રાંરભમાં જ આચારાંગના અર્થની टि० १.सव्वेसिं आयारो तित्थस्स पवत्तणे पढमयाए । सेसाई अंगाई एक्कारस आणुपुव्वीए ।।८।। आयारो अंगाणं पढमं अंगं दुवालसण्हं पि । एत्थ य मोक्खोवाओ एस य सारो पवयणस्स ॥९॥ आयारम्मि अहीए जं णाओ होइ समणधम्मो उ । तम्हा आयारधरो भण्णइ पढमं गणिट्टाणं ॥१०॥
SR No.032460
Book TitleAcharang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJaysundarsuri, Yashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages496
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy