________________
તત્ત્વાર્થ સૂત્ર'માં પૂ. ઉમાસ્વાતિજીએ તેને “સહિર્શન, યજ્ઞાન, ચારિત્રાMિ મોક્ષ મા’ ગાથા દ્વારા દર્શાવેલ છે. ધર્મની શરૂઆત કે મોક્ષમાર્ગની યાત્રાનો શુભારંભ સમ્યફદર્શન રૂપ સાચી દિશાની પ્રાપ્તિથી થાય છે, ચોથા ગુણસ્થાનથી સ્પર્શતા થાય છે. ભવયાત્રાનો અંત દૃષ્ટિગોચર થાય છે.
“જૈન” શબ્દ સંપ્રદાયસૂચક કે સંકુચિત અને વ્યાપક દૃષ્ટિ ધરાવતો નથી. વિશાળ, અનેકાન્તવાદ સ્વરૂપ સમ્યક છે.
અહીં “જૈન” શબ્દને “જિનપ્રરૂપિત” અર્થાત્ “સર્વજ્ઞ' “વિતરાગ' અવસ્થા સંપૂર્ણ આત્મશુદ્ધિ દ્વારા પ્રાપ્ત કરેલ પરમાત્મ પદ ધરાવનાર તીર્થકરો દ્વારા તેમના જ્ઞાનમાં પ્રતિબિંબિત થયેલ અને તે મુજબ પ્રબોધિત તત્ત્વાજ્ઞાનરૂપે મૂલવવાનો છે. આવા પૂર્વે અનંત અનંત જ્ઞાનીઓ થઈ ગયા, વર્તમાને થાય છે અને થશે. અને બધા “બોધ” દેશનામાં એકરૂપતા - અભેદભાવ છે. આ બધાં બોધ મુક્તકો આગમોમાં સૂત્રરૂપે, વ્યુતરૂપે ગણધરોની લબ્ધિ દ્વારા દર્શાવાયા છે, જેને આપણે અહીં જૈનમૂલ્યો તરીકે સ્વીકારી ગ્રહણ કરી જીવનને કઈ રીતે સ્પર્શી આપણને લશે પહોંચાડવા સહાયરૂપ થાય છે તે વિચારીશું.
અહિંસાનો પ્રચલિત અર્થ કોઈને - કોઈ પણ જીવને ન મારવો કે દુઃખ ન પહોંચાડવું તેવો છે. પણ તેની વિસ્તૃત આલોચના, પ્રતિક્રમણ-આવશ્યક સૂત્રમાં ચૂલિકા રૂપ નીચે મુજબ છે, જે સર્વાગીપણું મહદ્અંશે દર્શાવે છે.
ચાર ગતિ, ચોવીસ દંડક, ચોર્યાસી લાખ જીવાયોનિના જીવોને, એક ક્રોડ સાડી સતાણું લાખ કુલકોટીના જીવને મારા જીવે આજના દિવસ, રાત્રિ, પાખી, ચોમાસી, સંવત્સરી, સંબંધી આજ પર્યત - મન-વચનકાયાએ કરી દુભવ્યા હોય, દ્રવ્યપ્રાણ, ભાવપ્રાણ દૂભવ્યા હોય, પરિતાપના કિલામના ઉપજાવી હોય, ક્રોધ, માન, માયાએ, લોભે, રાગ, દ્વેષ, હાસ્ય, ભયે, ખળાએ, થ્રીડાએ, આવસ્થાપનાએ, પર ઉત્થાપનાએ, દુષ્ટ લેગ્યાએ, દુષ્ટ પરિણામે, દુષ્ટધ્યાને, આર્તધ્યાને, રૌદ્રધ્યાને કરી, ઈર્ષ્યાએ, મમત્વે, હઠપણે, પ્રિઠાઈપણે અવજ્ઞા કીધી હોય, દુઃખમાં જોડ્યા હોય, સુખથી ચુકાવ્યા હોય, પ્રાણ, પર્યાયસંજ્ઞા, ઇન્દ્રિયલબ્ધિ, રિદ્ધિ આદિથી નષ્ટ-ભ્રષ્ટ કર્યો હોય તે સર્વ ૧૮૨૪૧ ૨૦ પ્રકારે પાપદોષ લાગ્યા હોય તો (જ્ઞાનધારા -૫ == ૩૪ SS= જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)