________________
નથી. એમાં પણ વૃદ્ધ અને અશક્ત મા-બાપની પરિસ્થિતિ ક્યારેક ખરેખર દયામણી થઈ જાય છે. નૈતિક અધઃપતન, ભ્રષ્ટાચાર અને જીવનમાં વિકૃતિઃ
વધતા જતા ભોગ-વિલાસ, ઝડપથી આવકમાં મોટો વધારો, સંયુક્ત કુટુંબમાં ભંગાણ અને ભ્રષ્ટાચારને કારણે ચારે તરફ નૈતિક અધઃપતન દેખાય છે. વ્યસન અને વ્યભિચારને સામાજિક સ્વીકૃતિ મળી ગઈ છે. છૂટાછેડા સામાન્ય થઈ ગયા છે. સ્વજાતીય લગ્ન, ભૃણહત્યા અને બળાત્કારનું પ્રમાણ વધી રહ્યું છે. મનુષ્ય-જાતિના ઇતિહાસમાં ક્યારે પણ ન બન્યું હોય તેટલું મોટું ભંગાણ આજ સામાજિક માળખામાં જોવા મળે છે. જ્ઞાતિવાદ અને જાતિવાદની માઠી અસર :
લઘુમતી અને બહુમતી વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. સમાજ નાની નાની જ્ઞાતિઓ અને જાતિઓમાં ખંડિત થઈ રહ્યો છે. તેમાં પણ આરક્ષણના મુદ્દાએ સંઘર્ષનું વાતાવરણ ઊભું કર્યું છે. યોગ્યતા અને લાયકાતને બદલે જ્ઞાતિ-જાતિના ધોરણે પસંદગી થાય છે. રાજકારણ જાતિવાદના દૂષણથી ડહોળાઈ ગયું છે. તેના અર્થતંત્ર અને પ્રશાસન ઉપરનાં માઠાં પરિણામ સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે.
આવા ઘોર અંધકારમય અને નિરાશાજનક પરિસ્થિતિમાં જો કોઈ એકમાત્ર આશાનું કિરણ હોય તો એ જૈન જીવનમૂલ્યો અને જીવનશૈલી છે, જે સર્વાગી જૈનદર્શનનો ભાગ છે.
જૈન ઇતિહાસનો અભ્યાસ કરવાથી સ્પષ્ટ જણાઈ આવે છે કે - ભૂતકાળમાં જ્યારે જ્યારે માનવજાતિને વિકટ સંજોગોનો સામનો કરવો પડ્યો છે ત્યારે ત્યારે જૈન જીવનમૂલ્યોની સાર્વભૌમિકતા અને તેના વ્યાવહારિક પ્રયોગથી માનવજાતિનું રક્ષણ થયું છે અને સમાજનો વ્યાપક સ્તરે વિકાસ સાધી શકાય છે. દરેક તીર્થકરોએ તત્કાલીન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુરૂપ જીવનમૂલ્યોની સ્થાપના કરી છે.'
ભગવાન મહાવીરના સમયમાં પણ આવી ઘોર અંધકારમય પરિસ્થિતિ પ્રવર્તતી હતી. પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના વયોવૃદ્ધ કેશી ગણધર વણસતી જતી પરિસ્થિથિની ખિન્ન હતા. તેમણે ગૌતમ ગણધર પાસે પોતાનો ખેદ વ્યક્ત કરતા કહ્યું - જ્ઞાનધારા -
પ SB ૧૬ % જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)