SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઇઓ પણ સંમિલિત છે. જૈન સમાજ, જૈન સોશ્યલ ગ્રુપ તથા અહમ ગ્રુપ જેવા મૂળના આ સિદ્ધાંતોને ભારત તથા વિશ્વમાં પહોંચાડી યુવાધનને બચાવી શકાય ? અવશ્ય. Nothing is impossible in this world - વર્તમાનમાં વિશ્વ સમક્ષ મોટી સમસ્યા વૈશ્વિક મંદી છે. જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત અપરિગ્રહ છે. આવશ્યકતાથી વધુ વસ્તુઓનો સંગ્રહ અથવા સંપત્તિ રાખવી તે વ્યક્તિગત તથા સામાજિક દૂષણ છે. અસમાનતા હટે તો જગતમાંથી નકસલવાદ, હત્યા, ખૂન-ખરાબી વગેરે નષ્ટ થશે. આ અપરિગ્રહના સિદ્ધાંત પ્રમાણે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રના સીમા-ઉલ્લંઘન થતા બંધ થઈ જશે. તથા નિર્દોષ સૈનિકો તથા સંપત્તિનો વ્યય બંધ થઈ જશે. આના માટે જૈન ધર્મના આ અપરિગ્રહની મર્યાદા રાખશે તો વિશ્વમંદી ઘટી જશે. જૈન ધર્મનો ત્રીજો સિદ્ધાંત અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ છે. મહાવીરે અનેકાન્તવાદનો અર્થ સત્યને ઘણા પહલુઓ હોય છે. પ્રત્યેક વ્યક્તિ સત્યના એક પાસાને જોઈને પૂર્ણ સત્ય સમજે છે. એટલે મહાવીરે પ્રત્યેક વ્યક્તિના વિચારોને મહત્ત્વ આપી સાચા સત્યને જોવું જોઈએ. જેથી વેર-ઝેર તથા વૈમનસ્યતા, હિંસાનો પ્રશ્ન જ ઊભો ન થાય, જે આજની આવશ્યકતા છે. ભગવાન મહાવીર કેવળજ્ઞાની હોવાને કારણે ભવિષ્ય દ્રષ્ટા તથા ત્રિકાળજ્ઞાની સાથે વિજ્ઞાની પણ હતા. તેમનો અનેકાન્તવાદનો સિદ્ધાંત આજે વિજ્ઞાનમાં સાપેક્ષવાદ તરીકે ઓળખાય છે. તેમણે પાત્ર માર્ગ ચીંધ્યો કે - “આ માર્ગ તમારા માટે શ્રેયસ્કર છે.” પછી તે માર્ગ પર ચાલવામાં આગ્રહ કે દુરાગ્રહ નથી કરેલ. જૈન ધર્મનો આ સિદ્ધાંત સર્ચલાઇટ બનીને વિશ્વ સમક્ષ ઊભો છે, જેથી જનતા વિચાર કરી તેમને અપનાવા માટે સ્વઈચ્છાથી ગ્રહણ કરી પોતાનું જીવન સુખ અને શાંતિમય બનાવે. જૈન ધર્મની સ્થાપના કોઈ વિશેષ વર્ગ તથા જાતિ માટે નથી. જૈન ધર્મના સિદ્ધાંતો મનુષ્યને સુખ-શાંતિપૂર્વક જીવન જીવવાની કળા છે. તે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ જીવનમાં અપનાવી આરોગ્યપૂર્ણ માનસિક શાંતિ સાથે જીવી શકે છે. (જ્ઞાનધારા - SSSS ESSES જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)
SR No.032453
Book TitleGyandhara 05
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2010
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy