SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ રેફ્રિજરેટર, એરકન્ડિશનર વગેરે ઉપકરણોના ઉત્પાદનમાં વપરાતા વિવિધ વાયુથી વાયુમંડળનું ઓઝોનલેચર પાતળું પડતું જાય છે. જે પર્યાવરણમાં અસંતુલન ઊભુ કરી શકે. વિવિધ પ્રકારનાં યંત્રોએ, હવાઈ જહાજોએ ધ્વનિ તેમ જ વાયુનું પ્રદૂષણ વધારેલ છે, જે સ્વાથ્યને હાનિકર્તા છે. વાયુના પ્રદૂષણથી શ્વાસોચ્છવાસમાં અવરોધ ઉત્પન્ન થવાથી રોગના ભોગ બનાય છે, પ્રભુ મહાવીરે જૈન દર્શન'માં આના બધાના ઉપાયો બતાવ્યા છે. નદી-સરોવર-જળાશયોમાં રિફાઈનરીના કૅમિકલ્સ, રંગરસાયણનું પ્રદૂષિત પાણી, ઉદ્યોગોનો ઝેરી કચરો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઠલવાય છે, જેને કારણે પશુ, જળચર જીવો મૃત્યુને ભેટે છે. આ પ્રદૂષિત પાણી મનુષ્યના સ્વાથ્ય માટે હાનિકારક છે. પીવાના સ્વચ્છ પાણીની તંગી દિન-પ્રતિદિન વધતી જાય છે. અગ્નિ સંબંધી ચાલતાં એકમોનો ધુમાડો વાતાવરણને પ્રદૂષિત કરે છે. ગ્લોબલ ટેમ્પરેચર વધારે છે, જે પર્યાવરણ અસંતુલન કરે છે. “કર્મ' અને આદાન' શબ્દથી કર્માદાન' શબ્દ બનેલ છે. કર્મના ગ્રહણને કર્માદાન કહે છે. જે પ્રવૃત્તિના સેવનથી ઘણી હિંસા થાય છે. શ્રાવક માટે તે વર્જિત છે, તાજ્ય છે. દરેક માણસને આજીવિકાની આવશ્યકતા રહે છે. ગૃહસ્થજીવનનાં વ્રતોમાં સાતમાં ભોગપભોગ પરિમાણવ્રત આજના સંદર્ભે વિશેષ નોંધપાત્ર છે. જૈન પ્રણાલી પ્રાચીન સમયથી પર્યાવરણના સંરક્ષણ-સંવર્ધન માટે જાણીતી હતી. મહાવીર પ્રભુએ કહ્યું : “દરેક માનવીએ અનર્થ હિંસા અને અનાવશ્યક હિંસાથી બચવું જોઈએ.” મૂંગા પશુઓ માનવજાતના ઉપકારી છે. સંવેદનશીલ હૃદય ધરાવતો માનવ, પ્રાણીને જીવંત ગણીને વ્યવહાર કરવાને બદલે એને ઉપભોગની વસ્તુ માને છે - પોતાના મોજશોખ ખાતર પ્રાણીને પરવશ અને પાંગળા બનાવી હત્યા કરે છે. જગતને સંપૂર્ણ શાકાહાર તરફ વાળવાનું વૈશ્વિક દર્શન આપનારા કહે છે - “માનવજાતને માટે પ્રાણીઓની પીડાનો અંત લાવવાનો સમય આવી ગયો છે, જીવદયા, પશુરક્ષા તથા શાકાહારનો પ્રચાર-પ્રસાર અનિવાર્ય બની ગયો છે. (જ્ઞાનધારા - SYEES ૧૦૮ 5 જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)
SR No.032453
Book TitleGyandhara 05
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2010
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy