SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વર્ષમાં બે વાર સાધ્વીજી વીરાયતનમાંથી સંપૂર્ણ જૈન જ્ઞાનવાળા અધ્યાપકો ખાસ આવે છે. વર્ષમાં એક વખત ધાર્મિક કૉન્ફરન્સ રાખવામાં આવે છે. તેમાં પરદેશથી ઘણા ધર્મપ્રેમીઓ ભાગ લઈ ચર્ચા કરે છે. આ વિદ્યાપીઠનું ધ્યેય સેવા અને સ્વાધ્યાયનો છે. આ વિદ્યાપીઠમાં કોઈપણ સંપ્રદાયના ભેદભાવ વિના દરેકને આવકારવામાં આવે છે અને જૈન ધર્મનું જ્ઞાન આપવામાં આવે છે. તેમનો મુખ્ય ધ્યેય આપણા જીવનમાં દરરોજ ધર્મ પ્રમાણે કેમ વર્તવું એ જ છે. અહીં પુષ્કળ સેમિનાર, વર્કશોપ, સ્તવન, ભક્તિ ક્લાસીસ અને ભાવનાની ટીનેજર અને યુવાનો સાથે સ્પર્ધા થાય છે. જ્યારે સંપૂર્ણ જૈન ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થયા બાદ વીરાયતન તરફથી વર્લ્ડવાઇડ Recognised સર્ટિફિકેટ આપવામાં આવે છે. નાનાં બાળકોને જ્ઞાન આપવામાં માતા-પિતાને આતુરતા હોય છે. દર અઠવાડિયે ૧૫ થી ૨૦ વિદ્યાર્થી ભારતની સંતભૂમિમાં આવે છે. (ડિસેમ્બર) અને વીરાયતનમાં ધાર્મિક શિક્ષણ લઈ પરત થાય છે. ખોરાકમાં નોન વેજિટેરિયનમાંથી પ્યોર વેજિટેરિયન બનાવ્યા. નવકાર યંત્ર-વિશ્વભરમાં વખણાયેલ સ્તવન મૈત્રીભાવનું પવિત્ર ઝરણું' દરેક જૈન પરિવારમાં ગવાય છે. દરવર્ષે ચિત્રભાનુ અમેરિકન ભાઈ-બહેનને ભારતનાં જૈન સ્થળો : પાલિતાણા-સમેતશિખર-શંખેશ્વર-પાવાપુરી વગેરે સ્થળોનો ઇતિહાસ સમજાવી મુલાકાત માટે ડિસેમ્બરમાં લાવે છે. છેલ્લાં ૨૫ વર્ષથી જૈન સંસ્થા ફેડરેશન ઑફ જૈન એસોસિયેશન નોર્થ અમેરિકામાં સ્થાપવામાં આવેલ છે. કૅનેડા પણ આ જ સંસ્થાના સભ્ય છે. દર વર્ષે અથવા ઑલ્ટરનેટ જૈન સંસ્થા દર જુલાઈમાં ૧ થી ૩ તારીખ એમ ત્રણ દિવસ જુદી જુદી જગ્યાએ કન્વેનશન યોજવામાં આવે છે અને વિવિધ જૈન વિષય ઉપર પરિસંવાદ-પ્રવચનો રાખવામાં આવે છે. આ વર્ષે ૨૦૦૬ ૧લી જુલાઈના જૈન સેન્ટર ઑફ નોર્થન કેલિર્ફોનિયાના ઉપક્રમે સાન ફ્રાન્સિસ્કોમાં સાન હાઉસ ખાતે જૈન કૉન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. અહીં ૫ વર્ષ પહેલાં એક ભવ્ય દેરાસરમાં ઘણા જ જુદા જુદા બ્લોક બનાવવામાં આવેલ છે. તેમાં સર્વ જૈન પરિવારો ભાગ લે છે. જેવા કે દેરાવાસી, સ્થાનકવાસી, મારવાડી, જૈન, રાજચંદ્ર પંથ વગેરે. આ દેરાસરમાં ઘણા જ જુદા જુદા બ્લોક બનાવવામાં આવેલ છે, તેમાં જૈન પરિવાર, સ્થાનકવાસી, પ્રતિક્રમણ-દેરાવાસી પ્રતિક્રમણ, રાજચંદ્રજી સત્સંગ, દિગંબર પ્રાર્થના કરે છે અને આયંબેલ ભવનમાં કોઈપણ વ્યક્તિને આયંબિલ માટેની સંઘ તરફથી વ્યવસ્થા છે. બાળકો-યુવાન-યુવતી તથા મોટા મુમુક્ષુ માટે ઉંમર પ્રમાણે જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩ જ્ઞાનધારા-૩ -- ૯૫ ▬▬▬▬▬
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy