________________
ચિત્તે ચિંતન મનન આદિ ધ્યાન અને ધ્યાનની ઉચ્ચતર ભૂમિકાએ આવતી તન્મયતા તે સમાધિ.
આ સાધક સાધનામાર્ગના મૂળ અને ઉત્તર ગુણોને ધારણ કરતો સમતારસમય મુદ્રાને ધારણ કરી.
શુદ્ધ સ્વભાવરૂપ પદ્માસન પર આનંદપૂર્વક ક્રીડા કરે છે. રેચક, પૂરક, કુંભક આદિ ક્રિયાઓ વડે મન-ઇન્દ્રિયનો જય કરી આ સાધક યોગયુક્તિ વડે આત્મતત્ત્વના પ્રાથમિક અનુભવથી આગળ વધી સ્થિરતા પ્રાપ્ત કરે છે. આ ભૂમિકાએ આપોઆપ વિચાર કરતા આત્મા પરમાત્માને અનુસરી શુદ્ધ આત્મતત્ત્વને પામે છે, અને તેનાં સર્વ કાર્યો સિદ્ધ થાય છે.
આમાં, આનંદઘનજી યોગમાર્ગ દ્વારા આત્મતત્ત્વ અનુભવ અને આત્મતત્ત્વ પ્રાપ્તિનો માર્ગ ચીંધે છે. અન્ય ભક્તિ આદિ માર્ગમાં પણ યોગનાં પ્રથમ પાંચ અંગ પ્રગટ રીતે હોય કે ન હોય, પરંતુ પરમાત્માની હૃદયકમળમાં ધારણા, તેનું ધ્યાન અને તેમાં તન્મયતારૂપ સમાધિ આ ત્રણ અંગો તો અવશ્ય પ્રગટરૂપે હોય છે.
જ્ઞાનધારા - ૩
--
: C
૫૬
-
5
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩