SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અવધૂત યોગી આનંદઘનજીનાં પદો : આત્મ સાધનાની પ્રક્રિયા . ડૉ. અભય દોશી મીઠીબાઈ કૉલેજમાં ડાં. અભય ઇન્દ્રચંદ્ર દોશી ગુજરાતી વિષયના પ્રોફેસર છે. અને મુંબઈ યુનિવર્સિટીના પીએચ.ડી.ના ગાઈડ છે. કવિ છે. પ્રાચીન ગ્રંથોના સંશોધન કાર્યમાં રસ ધરાવે છે. કવિ આનંદઘનજી એટલે સત્તરમી સદીમાં પ્રગટેલી એક અનુપમ જ્ઞાનજ્યોતિ - અનુભવજ્યોતિ. તેમની અમૂલ્ય અનુભવવાણીમાંથી કાળપટ પર આજે ‘ચોવીશી' અને ‘પદબોંતેરી' એ બે રચનાઓ જ મુખ્યરૂપે ઉપલબ્ધ થાય છે. આનંદઘનજીએ ચોવીશીના એક સ્તવનમાં કહ્યું છે - “પક્ષપાત સૌ ઠંડી કરી, આતમતત્ત્વ શું રઢ મંડો રે.” યોગી આનંદઘનજીનું જીવન એટલે વિવિધ ગચ્છો - પક્ષો આદિની મતાગ્રહીતાથી દૂર શુદ્ધ આત્મસાધનાના માર્ગની ખોજ, દ્રવ્ય અધ્યાત્મ, નામ અધ્યાત્મ છોડી વાસ્તવિક ભાવ અધ્યાત્મ પ્રતિની યાત્રા. - આનંદઘનજીનાં પદો વ્રજ - રાજસ્થાનીમાં રચાયાં છે. અનુપમ માધુર્ય અને ઉચ્ચ કક્ષાની આધ્યાત્મિક અભિવ્યક્તિને લીધે આ પદો સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં વિશિષ્ટ સ્થાનના અધિકારી બન્યા છે. કવિનાં આ પદોમાં સુમતિ (શુદ્ધ ચેતના) પોતાના પ્રિયતમ આતમરામને અશુદ્ધ ચેતના(કુમતિ)નું ઘર છોડી પોતાના સ્વઘરે આવવા વિનવે છે. શુદ્ધ ચેતનાની આ વિરહસભર વિપ્રલંભ શૃંગારભરી ઉક્તિઓ કવિની આત્મતત્ત્વ માટેની ગહન ખોજ દર્શાવે છે. સુમતિ એક પદમાં વિનંતી કરતા રહે છે - “મિલાપી આન મિલાઓ રે મેરે અનુભવ મીઠડે મીત.” -- મારા મીઠા અનુભવ મિત્ર ! મેળાપ કરી જાણનારા ! મારા પતિને -આત્માને લાવીને મેળવી આપો. ચાતક પક્ષી ‘પીઉ પીઉ’ કરે છે, પરંતુ તે પ્રિયતમ સાથે મિલાપ કરાવી શકતા નથી. શાસ્ત્ર, ગ્રંથ આદિ પણ ‘પિઉ પિઉ’ ની જેમ પરમતત્ત્વનું ઉચ્ચારણ કર્યા કરે છે, પરંતુ તેને મેળવી શકતા નથી. મેળવી શકવાનું સામર્થ્ય કેવળ અનુભવ-મિત્રમાં જ છે. આથી જ અનુભવમિત્રને વિનંતી કરતા કહે છે . - જ્ઞાનધારા – ૩ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩ ૫૩
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy