SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ~ &888@Ga9w8w8w8w8s 38, ®@ નિવેદન સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર આયોજિત અને ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટ પ્રેરિત, મુંબઈ - ઘાટકોપર મુકામે ૩-૪ ડિસેમ્બર-૨૦૦૫ના યોજાયેલ જ્ઞાનસત્ર-૩માં વિદ્વાનોએ રજૂ કરેલ, અભ્યાસ લેખો, નિબંધો અને શોધપત્રો ગ્રંથસ્થ કરીને જ્ઞાનધારા-૩ રૂપેપ્રગટ કરતાં આનંદની લાગણી અનુભવું છું. આ જ્ઞાનસત્રમાં ૬૧ વિદ્વાનોની ઉપસ્થિતિ હતી. તેમાંના બે વિદ્વાનો ડૉ. બિપીનભાઈ દોશી અને ડૉ. અંજલી શાહએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરેલ. વિવિધ વિષયોની બેઠકના અધ્યક્ષસ્થાને અને આ પ્રમાણે વિદ્વાનો બિરાજેલ હતાં. ૧. શ્રી પ્રવિણભાઈ મહેતા (પૂ. પપ્પાજી) ૨. ડૉ. જિતેન્દ્ર બી. શાહ ૩. ડૉ. શેખરચંદ્ર જૈન ૪. ડૉ. બિપીનભાઈ દોશી ૫. ડૉ. જે. જે. રાવલ ૬. ડૉ. રશ્મિભાઈ ઝવેરી 19 383 ૭. ડૉ. મ્રિણાલબહેન કટારનીકર (મુંબઈ યુનિ.) ૮. ડૉ. અભય દોશી જ્ઞાનસત્ર ઉદ્ઘાટન સમારંભનું અધ્યક્ષસ્થાન ડૉ. કુમારપાળ દેસાઈ તથા સમાપન ડૉ. બળવંત જાનીએ કરેલ. જ્ઞાનધારા-૨ ગ્રંથ સુશ્રાવક સાહિત્યકાર સ્વ. રમણલાલ ચી. શાહની પાવનસ્મૃતિને અર્પણ કરેલ. ગ્રંથ તારાબહેન ર. શાહ અને પ્રબુદ્ધ જીવનના તંત્રી ડૉ. ધનવંતભાઈ શાહનાં કરકમળોમાં રમણલાલ શાહને ભાવાંજલિરૂપે અર્પણ કરવામાં આવેલ. સમગ્ર આયોજનમાં શાસન અરુણોદય પૂ. શ્રી નમ્રમુનિજી મ.સા.નું સતત માર્ગદર્શન મળતું હતું. જ્ઞાનસત્રની વ્યવસ્થા પ્રવિણભાઈ પારેખ, યોગેશભાઈ બાવીસી તથા જગદીશભાઈ દોશી એ સંભાળી હતી. ગ્રંથના પ્રકાશન સૌજન્ય દાતાઓનો આભાર સંપાદન કાર્યમાં ડૉ. રસિકભાઈ મહેતા અને મારા ધર્મપત્ની ડૉ. મધુબહેન બરવાળિયાનો સહયોગ મળેલ છે. ગ્રંથમાં જિનાજ્ઞાવિરૂદ્ધ કાંઈ લખાણ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડં ઘાટકોપર ૦ સપ્ટેમ્બર-૨૦૦૭ - ગુણવંત બરવાળિયા રળતાથીકાના દેહર – 88888 36 888888
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy