SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ બની રહે છે. સાંપ્રદાયિક સીમાઓને ઓળંગીને આનંદઘને જૈન પરંપરામાં આગવી ભાત ઉપસાવી છે અને તેથી જ એમના જૈન ધર્મના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ કે તે પછી જૈન તીર્થકર વિશે જે પદો મળે છે, તેમાં પણ એમની એ જ વ્યાપક દષ્ટિ પ્રતીત થાય છે. તેઓ પાર્શ્વનાથની એ મહત્તા આંકે છે કે જેમણે કામદેવને ક્ષણવારમાં જીતી લીધો હતો તેમ જ દુનિયા અને દેવોને ગૂંચવી નાખનાર કામદેવ પર વિજય પ્રાપ્ત કરનારી અલૌકિક હિંમત બતાવી હતી." આનંદઘનની વ્યાપકતાનો માર્મિક અનુભવ તો એમના અત્યંત પ્રખ્યાત રામ કહો, રહેમાન કહો' પદમાં પ્રતીત થાય છે. આ પદમાં કવિની એક વિશિષ્ટ દૃષ્ટિનો પરિચય થાય છે. ઈશ્વરના નામને બદલે એ સહુમાં રહેલા સર્વવ્યાપક તત્ત્વ પર એમની નજર રહેલી છે. વાસણ જુદાં જુદાં હોય, પણ માટી એક હોય છે. કવિ કહે છે - 'राम कहो रहेमान कहो, कोउ कहान कहो महादेव री, पारसनाथ कहो कोउ ब्रह्मा, सफल ब्रह्म स्वयमेव री.'२६ આનો અર્થ એ કે આપણે પરમાત્મસ્વરૂપ છીએ, બ્રહ્મસ્વરૂપ છીએ, અનંત ગુણશક્તિ ધરાવનાર છીએ. એ સત્ય આપણને પ્રાપ્ત થાય તો પછી ઈશ્વરના નામની તકરાર કરવાનો કોઈ અર્થ નથી. જે નિજસ્વરૂપમાં રમણ કરે તે રામ, બીજા પર રહમ કરે તે રહેમાન, કર્મોને ખેંચી કાઢે તે કહાન (શ્રીકૃષ્ણ) અને મહાદેવ એટલે સાક્ષાત્ નિર્વાણ. આ નિર્વાણ એટલે શુદ્ધ દશાનો સાક્ષાત્કાર. પરભાવ રમણતાનો સર્વથા ત્યાગ અને અનંત આનંદમાં લીનતા, એ જ રીતે જે પોતાના સ્વરૂપને સ્પર્શે એટલે કે જુએ તે પારસનાથ (પાર્શ્વનાથ) અને નિજ શુદ્ધ સ્વરૂપને જુએ છે તે બ્રહ્મા. અધ્યાત્મ પુરુષાર્થ કરી સ્વભાવ શુદ્ધ કરો તો આત્મા પોતે જ આનંદઘન છે. એ જ ચૈતન્યસ્વરૂપ છે અને એ જ કર્મની મલિનતાથી રહિત છે. આ પ્રસંગે સોમનાથ પાટણના મંદિરમાં પ્રવેશ સમયે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કરેલી સોમેશ્વરની સ્તુતિનું સ્મરણ થાય છે. તેમણે એમ કહ્યું હતું કે - 'भवबीजांकुरजनना, रागाद्यां क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥' જ્ઞાનધારા- ૩ ર્સ ૪૫ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy