SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નિરાધાર મૂકીને ચાલ્યા ગયેલા પતિની સુમતિ નિશદિન રાહ જુએ છે. નિશદિન જોઉં (તારી) વાટડી, ઘરે આવોને ઢોલા, મુજ સરિખી તુજ લાખ હૈ, મૈરે તૂહી મોલા. રાત-દિવસ નાથની રાહ જોતી સુમિત એને પરભાવ છોડીને સ્વ-ભાવ(સ્વ-ઘર)માં આવવા વિનવે છે. વિભાવદશામાં હોય ત્યારે માયા, મમતા, કુબુદ્ધિ જેવી અનેક સ્ત્રીઓ વળગી પડે છે, પણ તમે તો મારા માટે અમૂલ્ય છો, કારણ કે તમને નિવૃત્તિ નગરીમાં લઈ જઈ શકે, તેવી હું જ છું, તેથી તમે નિજ નિવાસમાં પધારો. આનંદઘનનાં પદોની એ વિશેષતા છે કે એના બાહ્ય, સપાટી પરના ભાવને ભેદીને એની ભીતરમાં જઈએ તો આધ્યાત્મિક રહસ્યો પ્રગટ થતાં હોય છે. પદમાં તાણાવાણાની પેઠે દર્શન ગૂંથાયેલું હોય છે. વિરહિણી સુમતિ કહે છે કે - “એ પ્રિયતમની રાહમાં પતિવિરહના દુઃખમંદિરના ઝરૂખે નજર માંડીને ઝૂકી ઝૂકીને જોઈ રહી છે. સામાન્ય સ્ત્રીઓ એના વિરહને જોઈને મજાક કરે છે, પરંતુ એનું શરીર અને મન સઘળું વિરહથી ઘેરાઈ ગયું છે, તેથી તે શું કરે ? એના જીવનાધાર વિના પોતાના પ્રાણ શી રીતે ટકાવી શકે ?' આવી સુમતિ (શુદ્ધ ચેતના) કહે છે - કાનુળ ચીવર " નિસા, દોરી સીરાની દો, मेरें मन सब दिन जरै, तनखाख उडानी हो. " ,,૭ હોળી ખેલનારાઓની ટોળી ફાગણ માસમાં એક રાત્રે હોળી સળગાવે છે, પણ મારા મનમાં તો દરરોજ હોળી સળગ્યા કરે છે અને તે શરીરની રાખ કરીને ઉડાવે છે. સુમતિના મનમાં સવાલ જાગે છે કે - મને ક્યારે મારા મનનો મેળાપી મળશે. મનના મેળાપી વગરની રમત એ તો કોઈ મૂર્ખ રેતીના કોળિયા વાળે તેના જેવી છે.' આ ભાવ પ્રગટ કરતા કવિ કહે છે ‘મુને મારો વ મિશે મનમેલુ. મુને... १९ मनमेलु विण केलि न कलीए, वाले कवल कोई वेलू. કેટલાંક પદમાં સુમતિ કુમતિની બૂરી સોબત વર્ણવે છે, તો કેટલાંકમાં સુમતિ પોતાનો અને કુમતિનો ભેદ દર્શાવે છે. આ કુમતિમાં તો લુચ્ચાઈ, અભિમાન અને માયા છે, જ્યારે પોતાનાં સગાં-સંબંધી તો સરળ અને કોમળ છે. આ કુમતિમાં આશા, તૃષ્ણા, લોભ અને ક્રોધ છે, જ્યારે એ જ્ઞાનધારા - ૩ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩ ૩૮ ----- ------- ▬▬▬▬
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy