SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫ શ્રીમદ્ રાજચંદ્રજીના પત્રો દ્વારા | પ્રગટ થતો આંતર ચેતના પ્રવાહ ત I + (ડો. કલાબહેન મુંબઈ યુનિવર્સિટીના જૈન ધર્મ | ડો. કલાબહેન શાહ અને ફિલોસોફી વિભાગ માટે નિયુકત ગાઇડ છે તેમના ધર્મ તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મ વિષયક ઘણાં પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન ધર્મ વિષયક લેખો લખે છે. શ્રીમદ્ભા સં. ૧૯૪૩ થી ૧૯૫૭ સુધીનાં તેર વર્ષના ગાળામાં લગભગ ૮૦૦ થી વધારે પત્રો ઉપલબ્ધ થાય છે. તેમણે લખેલા પત્રોને નીચે પ્રમાણે વિભાજિત કરી શકાય ? (૧) ૨૫૦ જેટલા પત્રો શ્રીમદ્ તેમના પરમ સખા શ્રી સૌભાગ્યભાઈને લખેલા છે. (૨) ૧૨૫ જેટલા પત્રો મંત્રી અંબાલાલભાઈ પર લખેલા છે (૩) ૧૦૦ જેટલા પત્રો મુનિ લલ્લુજી મહારાજને લખેલા છે. અને (૪) બાકીના ૩૨૫ પત્રો અન્ય વ્યક્તિઓ પર લખાયેલા પત્રો છે, જેમાં મહાત્મા ગાંધીજી, મનસુખરામ સૂર્યરામ, મનસુખલાલ કિરતચંદ તથા ખીમજી દેવજી વગેરે છે. શ્રીમદે પત્રોમાં કરેલા સંબંધનો પણ તેમની આધ્યાત્મિક આંતરચેતનાની સાક્ષી પૂરે છે. પત્રોમાં શ્રીમદ્ કરેલા સંબોધ- આ પ્રમાણે છે : (૧) આત્મહિતાભિલાષી આજ્ઞાંકિત (૨) મુમુક્ષુ ભાઈઓ (૩) સજિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ (૪) મહાભાગ્ય જીવનમુક્ત (૫) બોધસ્વરૂપ (૬) સત્પુરુષ વગેરે. હું કેવળ હૃદયત્યાગી છું, થોડી મુદતમાં કંઈ અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું. હું બીજો મહાવીર છું એમ મને આત્મિકશક્તિ વડે જણાયું છે. વૈરાગ્યમાં ઝીલું છું... સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે જે ધર્મ પ્રવર્તાવીશ જ...” આ પત્ર પરથી જણાય છે કે શ્રીમદ્ જૈનધર્મ પ્રવર્તાવવા ઇચ્છે છે અને તે માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે. શ્રીમદ્ બાહ્ય રીતે ગૃહસ્થાશ્રમ અને વ્યાપાર સ્વીકાર્યા હતા. તે છતાં આંતરિક રીતે તેઓ મોક્ષમાર્ગના યાત્રી બની ચૂક્યા હતા. પણ આંતર અને બાહ્ય પ્રવૃત્તિ વચ્ચેનો વિરોધ દુઃખદાયક બન્યો હતો. તે છતાં તેમને આત્માની ( જ્ઞાનધારા -૩ ૪ ૨૫ ક્સ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy