SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્રજીના પત્રો દ્વારા પ્રગટ થતો આંતર ચેતના પ્રવાહ - I શ્રી યોગેશભાઈ બાવીસી કેમિકલના વેપારી - મુંબઈ યુનિ. જૈનોલોજી સાથે સંકળાયેલ - અભ્યાસ બીએસ.સી., વક્તા - લેખક - સંઘાણી જૈન સંઘના યુવાન પ્રમુખ - સાધુ-સંતોનું વૈયાવચ્ચ કરતા- જૈન ધર્મમાં અપાર રુચિ - સેમિનારમાં, પરિસંવાદના આયોજનમાં સહયોગી) જે સત્પુરુષમાં જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ સાત વર્ષની વયે થયો અને તે દરમિયાન તેમને જાતિ-સ્મરણ જ્ઞાન થયું અને ત્યાર બાદ તેના દ્વારા ઘણું જ સાદી અને સરળ ભાષામાં સમજાય તેવું અલભ્ય સાહિત્યનું સર્જન થયું. જેમાં, અમૂલ્ય તત્ત્વ વિચાર, આત્મ સિદ્ધિ શાસ્ત્ર જેવી ઘણી જ અમૂલ્ય કૃતિનું સર્જન ઘણી જ નાની વયમાં તેમણે કરેલ અને તેમના દરેક સર્જનમાં મુખ્યત્વે કર્મનિર્જરા અને ફક્ત આત્માની જ ચર્ચાનું નિરૂપણ થતું હતું. એવા સત્પુરુષે અલગ અલગ સમયે ઘણા પત્રો દ્વારા આત્મિક માર્ગદર્શન આપ્યું; જેમાં સૌભાગ્યભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રી, જૂઠાભાઈ, ડુંગરશીભાઈ, ગાંધીજી મુખ્યત્વે હતા. જેમાંથી સૌભાગ્યભાઈ, અંબાલાલભાઈ, જૂઠાભાઈ અને પ્રભુશ્રીને સમકિત પ્રાપ્ત થયેલ હતું. આ બધા પત્રો એટલે કે કુલ ૯૫૫ પત્રો વાંચતાં તેમ સમજાય છે કે જાણે એમણે આપણને સંબોધીને પત્રો લખ્યા હોય તેવો ભાસ થાય છે. અને દરેક પત્રોમાં આત્માને લક્ષમાં રાખીને તેના ગુણોની જ ચર્ચા મુખ્યત્વે રહેલી છે. જીવનમાં દરેકને ઘણા જ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, પરંતુ આવા દરેક સમયે” વચનામૃતને વંદન કરીને કોઈપણ પાનું ખોલતાં મૂંઝવતા દરેક પ્રશ્નોનો ઉકેલ સહેજે મળી જાય છે. (૧) હવે આપણે શરૂઆત કરીએ પત્ર ક્રમાંક ૩૦૧ થી. જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહિ.” ઓ હો હો ! કેવી ઉત્કૃષ્ટ આત્મચેતના ! જગતના પ્રાણીમાત્રના જીવને આપણામાં જેવો આત્મા છે તેવો જ આત્મા છે, તે રીતે જોવું. જે ઘટના જીવનમાં ઘટી રહી છે, તે કર્મબદ્ધ પર્યાય સ્વરૂપમાં જોઈને તેને યોગ્ય માનવી, તેમ જ બીજાના દોષ ઉપર દૃષ્ટિ ન ફેરવતા નિંદાથી દૂર રહેવા જ્ઞાનધારા-૩ : જ્ઞાનધારા- ૩. ૨૦ - જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩) L હૈત્ય જ્ઞાનસત્ર-૩
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy