SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ઈ.સ.૧૮૮૭ થી ઈ.સ.૧૯૦૫ સુધી ભૌતિક ઇથરનો ખ્યાલ સ્વીકાર્ય બન્યો હતો, પરંતુ માઈકલસન-મોરલેના પ્રયોગનું પરિણામ દર્શાવતું હતું કે ઈથર” નામના તત્ત્વનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. ઈ.સ. ૧૯૦૫માં આઈન્સ્ટાઈને સ્પેશિયલ થિઅરી ઑફ રિલેટિવિટી દ્વારા ન્યૂટનના ઇથર’ સિદ્ધાંતનો ત્યાગ કર્યો. ન્યૂટનનો નિરપેક્ષ આકાશનો સિદ્ધાંત શૂન્ય અને વાસ્તવિકતાના સંબંધમાં ઊભી થતી મૂંઝવણો દૂર કરે છે. તાર્કિક રીતે આ સિદ્ધાંતનું ખંડન કરી શકાય નહિ. આ સિદ્ધાંતનો મુખ્ય વિરોધ એ છે કે નિરપેક્ષ આકાશને જાણવું જ શક્ય નથી (તે ઇન્દ્રિયાતીત હોવાથી) અને વ્યાવહારિક કારણ એ છે કે ભૌતિક વિજ્ઞાનની ટ્રેન તેના વગર દોડી શકે છે. પહેલા આકાશ અને કાળ(Space and Time)ની નિરપેક્ષતાનો ખ્યાલ વ્યાપક અને સર્વસ્વીકૃત મનાતો હતો. એક વિશાળ પાત્ર - Containce રૂપે આકાશ - જેમાં અનેક વસ્તુઓ સાથે રહેલી હોય અને કાળ પણ એવું જ બીજું માધ્યમ - જેમાં ક્રમિકપણે બનાવોનો અનંત પ્રવાહ વહ્યો જાય છે તેમ માનવામાં આવતું. આઈન્સ્ટાઈનના મત પ્રમાણે આકાશ અને કાળ નિરપેક્ષ નથી પણ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આઈન્સ્ટાઈને ઈથરની કલ્પનાને સ્થાને પાયાનો નિયમ આપ્યો. વિજ્ઞાનના બધા નિયમો મુક્ત ગતિ કરતા તમામ નિરીક્ષકો માટે સમાન છે. આ નિયમનાં પરિણામો ઘણાં દૂરગામી હતાં. આ નિયમના આધારે ગતિનાં નવાં સમીકરણો આઈન્સ્ટાઈને આપ્યાં. આમાં રસપ્રદ વાત એ છે કે જ્યારે પદાર્થ ઓછા વેગથી ગતિ કરતા હોય ત્યારે આઈન્સ્ટાઈનનાં સમીકરણો ન્યૂટનના સમીકરણ બની જાય છે, પરંતુ અતિ તીવ્ર વેગથી ગતિ કરતા પદાર્થોને ન્યૂટનના નહિ પણ આઈન્સ્ટાઈનના સમીકરણ લાગુ પડે છે. આમ ન્યૂટનનું ગતિશાસ્ત્ર ખોટું પુરવાર થયું એમ કહેવાને બદલે એમ કહેવું યોગ્ય ઠરશે કે તેના ગતિશાસ્ત્રનું વિસ્તૃતીકરણ થયું છે. સાપેક્ષતાના આ બે સિદ્ધાંતો ભૌતિક જગતનાં બે અંતિમ પરિણામોવાળા પદાર્થોને સ્પર્શે છે. એક તરફ તે બ્રહ્માંડમાં આકાર લેતાં પરિબળો અને રચના વિશેની ધારણાઓમાં ભાગ ભજવે છે, તો બીજી તરફ સૂક્ષ્માતિસૂક્ષ્મ પરમાણુઓની લાક્ષણિકતાઓનું પણ યથાર્થ વર્ણન કરે છે. “મધ્યમ” પરિમાણીય પદાર્થો જે આપણા રોજિંદા જીવનના અનુભવના ભાગરૂપ છે ત્યાં તો ન્યૂટનના નિયમો જ સર્વોપરી છે. LI NE જ્ઞાનધારા - ૩ | a I સાહિત્ય જ્ઞાનસત્ર-૩ is ] TI TI ' i E G
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy