SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત પ્રવાહમાં બાળકો અને યુવાનો માટે ધાર્મિક જૈનશિક્ષણની રૂપરેખા ૨૪ નાગપુર-સ્થિત ધનલક્ષ્મીબહેન જૈનપ્રકાશ', સૌ. ધનલક્ષ્મીબહેન બદાણી ‘કાઠિયાવાડી જૈન' વગેરેમાં અવારનવાર લેખો લખે છે. જૈન ધર્મનો અભ્યાસ, પ્રિય પ્રવૃત્તિ પેટરબારમાં પૂ. જગજીવન મહારાજ સંકુલ સાથે સંકળાએલાં છે. સાંપ્રત પ્રવાહમાં ધર્મ તથા ધર્મની વ્યાખ્યા કે સ્વરૂપ બદલાતા નથી. સાંપ્રત પ્રવાહમાં આધુનિકતા તથા વિદેશી અનુકરણમાં બાળકો તથા યુવા-યુવતી સાચું-ખોટું, સારા-નરસાનો વિચાર કર્યા વગર અક્કલ વગરની નકલ કરીને આંધળી દોટ મૂકી રહ્યા છે. તેમનો ઉદ્દેશ માત્ર ઓછી મહેનતે વધુમાં વધુ કમાણી કરી પત્ની તથા બાળકોને બધી જ વિલાસિતા તથા ઉપભોગની સામગ્રી આપી દેવાનું એકમાત્ર લક્ષ્ય છે. દેખાદેખીએ સમજણનો ત્યાગ કરી દીધો છે. ભૌતિક સાધનોની ઉપલબ્ધિ રૂપી સાધ્ય માટે સાધન ગમે તે વપરાય, તેનું ચિંતન નથી. ચાહે તે બે નંબરની કમાણી હોય, અનીતિ, હિંસા, ચોરી, ભ્રષ્ટાચાર કે અસત્યથી સાધ્યની પ્રાપ્તિ થતી હોય. લક્ષ્ય છે માત્ર આ ભવ મળ્યો છે, તો મોજ-મજા કરી લઈએ. ધર્મ ઘરડા લોકોનું કામ છે, બીજો ભવ સ્વર્ગ-નરક કોણે જોયા છે ? અધિકાંશ યુવા-બાળકો સામાયિક, પ્રતિક્રમણ, શાસ્ત્રોથી અનભિજ્ઞ તો છે જ, પરંતુ એવા પણ હોઈ શકે છે, જેઓ નવકારમંત્ર કે તેનો અર્થ પણ નહિ જાણતા હોય. અમુક પ્રતિશતનાં ઘરોમાં આઠમ, પાક્ષ્મીનો ઠીક પર્યુષણ તથા સંવત્સરી પણ નહિ પળાતા હોય. સંવત્સરી પ્રતિક્રમણ તે જૈનત્વનું લક્ષણ તથા ‘સર્ટિફિકેટ’ છે. તે એક દિવસનું પ્રતિક્રમણ પણ ઘણાં યુવાબાળકો નથી કરતા. અરે ! ભગવાન મહાવીરના પરિવાર તથા તેમના જન્મસ્થાનનાં નામ પણ ખબર નથી. એક યુવાને તે વિહાર કરતા સંતને કહ્યું કે - “ચાલો અંકલ સ્કૂટરમાં બેસી જાવ. તમને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડી દઉં.” આજનું જીવન ઘોડિયાઘરથી શરૂ થાય છે તથા ઘરડા-ઘરમાં પૂર્ણ થાય છે. જીવનની બે પાંખો છે - (૧) સંસ્કાર (૨) શિક્ષણ. વિચાર એટલે જેના જીવનમાં વિનય, વિદ્યા, વિવેક અને વિરતિ એ ચાર હોવા જરૂરી છે. ‘સા વિદ્યા યા વિમુક્તયે' . આજની દોડ ચારની પાછળ છે. સંપત્તિ, સત્તા, સરસ્વતી, સ્વાસ્થ્ય. પરંતુ તે દોડ ક્યારે સફળ થાય ? સમ્યાન એ જ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩ જ્ઞાનધારા - ૩ ૧૪૩
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy