SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ ? આ બધું જ્ઞાન, બોધ આપવા માટે બીજા નંબરે જરૂરત છે સાચા સદ્ગુરુની. રૂપરેખાનો આ બીજો તબક્કો છે. જેમ ભીની માટીમાંથી કુંભાર માટીનાં વાસણો બનાવે છે, તેને જુદા જુદા ઘાટ આપે છે, તેવી જ રીતે ભીનાશ અને કુણાશવાળા વિનયવાન ધર્મી આત્માને જ ગુરુ ધર્મ પમાડી શકે છે. આ યુગમાં જરૂરત છે સાચા, સચોટ, સરળ, સહૃદયી, ક્રાંતિકારી એવા સંતની. જે ખરા અર્થમાં, યુવાવર્ગને ધર્મનો મર્મ સમજાવી શકે. કારણ - ધર્મની જાણકારી વિના અને ધર્મના સ્વરૂપને સમજ્યા વિના, બની બેઠેલા ધર્મીઓએ, આ જૈનશાસનનું જેટલું અહિત કર્યું છે, એટલું ધર્મ નહિ કરનારાઓએ કર્યું નથી. પ્રસન્નતાનાં ફળો, શ્રદ્ધાનું બળ ત્યારે જ મજબૂત રહે, જ્યારે ગુરુશિક્ષાનું નીર નિત્ય સીંચાતું રહે. ગુણોની પ્રાપ્તિ માટે ગુરુશિક્ષા, તો ગુણોની રક્ષા માટે પણ ગુરુશિક્ષા અને જીવનની ઉચ્ચ કક્ષા માટે પણ ગુરુશિક્ષા. આ તમામ તબક્કે મહત્ત્વનો ફાળો છે ગુરુદેવની હિતશિક્ષાનો. સદગુરુએ ધર્મ એટલે બાધાઓ, ધર્મ એટલે માળા, વ્રત, પચ્ચખાણ, ધર્મ એક એવો “Boring' શબ્દ એમની માટે થઈ ગયો છે. એક એવો અણગમો' આ શબ્દ પર આવી ગયો છે, તેને ગમ'માં ફેરવવાનો છે. Boring' શબ્દમાં “Feeling' ની અનુભૂતિ કરાવવાની છે. ગુરુ માટે પણ કદાચ આ આરામાં આ એક ચેલેંજનું કાર્ય છે. કાર્ય કપરું છે, પણ કપરા કાર્યને રૂ જેવું મુલાયમ, પોચું, નરમ બનાવી દે, તે જ છે આપણા સંત. આજનો યુવાન દુઃખના સમયમાં જ પરમાત્મા પાસે જવાની વૃત્તિ રાખે છે. એ પરમાત્માને દવાખાનામાં બેઠેલા ડૉક્ટર જેવો માને છે... રોગ આવે ત્યારે જ ડૉક્ટર પાસે જવાનું, રોગમુક્ત બની જઈએ એટલે ડૉક્ટર પાસે જવાનું બંધ. દુઃખ આવે ત્યારે જ ભગવાન પાસે જવાનું, દુઃખ રવાના થાય એટલે ભગવાન પાસે જવાનું બંધ ! આ બધી ભ્રમણાને ભાંગવાનું કામ કરવાનું છે આપણા ગુરુએ. એક એવા ક્રાંતિવીરની જરૂર છે, જે ધર્મમાં ધરમૂળ ફેરફાર કરી યુવાન પેઢીને તેમાં બાંધી શકે, તેમાં જકડી શકે, તેને સમજાવી શકે કે અરે ઓ યુવાનો ! કદાચ આખું ને આખું હૃદય બદલાવી દેવાની બાબતમાં ભલે તમારા વિજ્ઞાને સફળતા મેળવી લીધી હોય, પણ એ હૃદયમાં રહેલી કડવાશને મીઠાશમાં ફેરવી જ્ઞાનધારા-૩ = ૧૩૦ રન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy