SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) (૯) આજની નવી પેઢી માનવસેવામાં વધારે રસ લેતી જોવા મળે છે, તો તેની ધાર્મિકતા ટકી રહે તે માટે ગુરુભગવંતોએ, સંઘના હોદ્દેદારોએ તેને તે રીતે સહાયક બનવા પ્રયત્ન કરવો જોઈએ. Fled to filed જેવું ફિલ્ડ જોઈએ તેવું મળી રહે તો આજની યુવાપેઢી એ રીતે પણ ધાર્મિક ભાવમાં આગળ વધી વિકાસ કરી શકે અને સ્વયંની સાત્વિક રુચિ સંતોષાતા માનવતાનાં કાર્યો પણ સરળતાથી કરતી રહે. (૧૦) જે બહેનો-ભાઈઓ જૈન ધર્મના જિજ્ઞાસુ હોય, તેઓને માટે અઠવાડિયામાં એક વાર સત્સંગ રાખવો. ગુજરાતી ન આવડતું હોય તેઓને સત્સંગના માધ્યમે અગર શિક્ષણના માધ્યમે પણ (ઓરલ) પરમાત્મા મહાવીરનું જીવન, કવન, સતીઓની વાર્તાઓ, મહાપુરુષોનાં જીવનચરિત્રો, આગમોના કથાનકોનો અભ્યાસ રાખવો - જેને કારણે સરળતાથી સમજાય અને તેના ઉપનય દ્વારા સમજણ દેઢ થાય. ધાર્મિકતા - સહનશીલતાના સંસ્કારોએ જીવનમાં આદર્શ ભાવના બની રહે. કારણ મહાપુરુષોનાં જીવનચરિત્રો સામાન્ય માનવો માટે પણ Micestone બની રહેતા હોય છે. સાધુ-સંતો પણ શાસ્ત્રોની પરિભાષાને સીધી-સરળ ભાષામાં વ્યક્ત કરે અથવા ભાષાંતર (ગુજરાતી-હિન્દી અથવા અંગ્રેજીમાં) કરી યુવાવર્ગના હાથમાં આપે, તો જરૂર તેઓને સમજાય જાય અને તેનું વાંચન અસરકતો બને છે. “ગુરુ વિના જ્ઞાન નહિ’ એ વાત સૌએ સ્વીકારવી જ રહી અને આ પ્રયત્ન વ્યક્તિગત જીવનમાં ધાર્મિક મૂલ્યોના પ્રસ્થાપનનું કાર્ય કરે છે. આખર ધર્મ એ તોડનાર નહિ જોડનાર પરિબળ છે. (૧૨) ક્રિયાઓની રૂઢિચુસ્તતા છોડી ધાર્મિક ભાવોમાં વૈજ્ઞાનિક રીતે ચુસ્તતા લાવવાની ખાસ જરૂર છે. (૧૩) થોડા સમય પહેલાં કુમારપાળભાઈ પાસેથી સાંભળેલ કે - “U.K.માં એકદમ સુંદર સ્વામિનારાયણનું મંદિર બનાવેલ છે અને બહાર મોટું Play ground છે.” કોઈએ પ્રશ્ન કર્યો કે - “આમ કેમ ?” તો જવાબ મળ્યો : “આજે Play માટે આવશે તે કાલે Prayar માટે સ્યોર આવશે.” આ વાત મને એકદમ Touch થઈ ગઈ કે - આજે જ્યારે સમગ્ર વિશ્વના બહુતેક માનવીઓ વેર, ઝેર, ઈર્ષા, અદેખાઈ, વાસના, કામના, અશાંતિ, અજંપાના ડિપ્રેશનમાં જીવી રહ્યા છે, તે સમયે પ્રત્યક્ષ ગુરુ - પરમાત્મા અથવા પરમાત્માની પ્રતિકૃતિના દર્શન પણ જીવને શાંતિ-સમાધિ (જ્ઞાનધારા -૩ ૧૨૬ રન્ન જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy