SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન જૈનશાસનના પ્રભાવનો વિસ્તાર વધ્યો છે. પ્રચાર અને પ્રસારની બોલબાલા વધી છે. ભારતમાં અને ભારતની બહાર વિવિધ શહેરોમાં જૈન એકેડેમીઓની સ્થાપના થઇ છે. લાડનૂમાં, પાટણમાં, બનારસમાં જૈન યુનિવર્સિટીઓની સ્થાપના થઇ છે. અમદાવાદમાં એલ.ડી. ઇનસ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી, કેટલાક જૈન રીસર્ચ સેન્ટરો તથા વિરાયતન દ્વારા ૨૧મી સદીમાં મહાવીરના સિદ્ધાંતો વગેરે દ્વારા જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ વધ્યો છે. બૌદ્ધિકોની જૈન તત્ત્વજ્ઞાનને પામવાની ભૂખ વધતી જાય છે. ડૉક્ટરો, એન્જિનિયરો, ચાટર્ડ એકાઉન્ટન્ટો વગેરે જૈન તત્ત્વજ્ઞાન અને ધર્મના અભ્યાસમાં ઊંડા ઊતરી તેને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમેરિકા, લંડન, જપાન વગેરેમાં જૈન દેરાસરો બંધાયા છે અને વિદેશમાં વસતા જૈન માબાપો પોતાના બાળકોને પોતાની માતૃભાષા દ્વારા તથા અંગ્રેજી દ્વારા જૈન સુત્રો જણાવે છે અને જૈનત્વને સાચવી રાખવાનો પ્રયત્ન કરે છે અને કેટલાક તો પીએચ.ડી પણ કરે છે. કેટલાક સાધકો અને સંતો પોતપોતાની રીતે જૈનધર્મના વિકાસ, પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત છે. તેઓએ પરદેશમાં પણ જૈનધર્મના સિદ્ધાંતોનાપ્રચાર માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. સમગ્ર જૈન સમાજની સામે આ વર્ગ તો માત્ર એક બે ટકા જગણી શકાય. સાધુજનોએજ્ઞાનની ઉપાસના કરી, તપ, સ્વાધ્યાય અને ઉપદેશ આપવો, જ્ઞાની શિષ્યો તૈયાર કરી તેમને ગામોગામ જૈનધર્મનો પ્રચાર પ્રસાર કરવા, જૈનપ્રજાને સદાચારી જીવન જીવવાનો માર્ગ બતાવવો એ તેમના જીવનનો ઉદ્દેશ છે. આ સાધુ સંસ્થામાં વિકાસ પણ થયો છે અને વિકાર પણ થયો છે. સર્વવિરતિના આરાધકો પંચમહાવ્રતોનું પાલન તો કરે જ છે અને તેથી જ તેઓ 'જૈન અણગાર’ જૈન સાધુ કહેવાય છે. સમગ્ર વિશ્વમાં જેનો જોટો જડે નહિ એવા જૈન સાધુઓનો પાદવિહાર, તેમનો અપરિગ્રહ તથા સમાજમાં જ્ઞાનધારા-૧ ૩૦૦ જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy