SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રકારોનો મત સમજાવતાં શ્રીમજી કહે છે કે જે આવાં ઉત્તમ ત્રણ રત્નોને દેવ-ગુરુ-ધર્મને જ સ્વીકારે છે, તેમના ઉપર શ્રદ્ધા રાખે છે, તેમની આજ્ઞામાં રહે છે, એ જીવો નિયમા સમ્યગદર્શન પામેલા છે. વ્યવહારદષ્ટિએ આ રીતે શ્રદ્ધાળુણસંપન્ન અને સમ્યકત્વ પામનારાને શ્રીમજી લખે છે કે તેને સંસાર કેવો લાગે? "સંસાર સુખના એકમાં પણ જો દુઃખનું વેદન ન થાય તો વેધસંવેધ પદ સમકિત પૂર્ણ પામ્યા ન કહેવાય”. શિક્ષાપાઠ-૫૨ માં સંસારનું સ્વરૂપ સમજાવે છે. જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો ? સંસાર કેવો છે ? જ્ઞાનીઓએ એને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત ચળ - વિચળ અને અનિત્ય કહ્યો છે. "અનંતભવનું પર્યટન, અનંતકાળનું અજ્ઞાન, અનંતજીવનનો વ્યાઘાત, અનંતમરણ, અનંતશોક એ વડે કરીને સંસારચક્રમાં આત્મા ભમ્યા કરે જ્ઞાનીઓ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી, તલ જેટલી જગ્યા પણ સંસારની ઝેર વિના રહી નથી. અનંતપાપ, અનંતશોક, અનંત દુઃખ જોઇને જ્ઞાનીઓએ આ સંસારને અસાર કહ્યો છે, તે સત્ય છે, એ ભણી પાછું વાળી જોવા જેવું નથી, ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. વૈરાગ્ય એજ અનંત સુખમાં લઇ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. જ્ઞાનધારા-૧ ૨૦) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy