SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ભલે કદાચ ગ્રામદાન, ભૂદાન, વગેરેથી જમીનનાં માત્ર પ્રશ્ન હલ થવો એ નાની વાત છે, પણ મોટી વાત તો એ છે કે તેનાથી ચિંતનનું સ્તર ઊંચું ઊઠે છે. અમારું આખું ગામ એક કુટુંબ બનશે, પરસ્પર સહયોગથી કામ કરીશું, હું મારે માટે નહીં પણ સમાજને માટે કામ કરીશ. દરેક ધર્મોની જુદી જુદી સભ્યતાની અભદ્ર વાતોને મિટાવવા માટે જ ગ્રામદાન છે. આગળ તેઓ કહે છે કે સંપત્તિની પણ જેટલી વહેંચણી થાય એટલું સમાજનું કલ્યાણ થાય છે. ઝરમર વરસતો વરસાદ તો સર્વત્ર માટીના એકએક કણને ભીંજવીને અલંકૃત કરે છે. ખાદીમાં પણ એવી જ દિવ્યતા છે, વ્યાપકતા છે. મીલના કાપડની ખરીદીથી પૈસા શ્રીમંતોની તિજોરીમાં જાય છે, જ્યારે ખાદી દ્વારા અત્યંત કંગાલ, મહેનતું અને કંગાલ મજૂરોમાં દ્રવ્યની વહેંચણી થાય છે. અહીં ગુપ્ત દાન છે. દાતાને ખબર નથી હું દાન આપું છું. લેનાર પોતાના શ્રમનું મહેનતનું સમજી લે છે. આ કેવું દાન ! તે કોઇને દીન ન બનાવે. વિનોબાજીએ કહ્યું કે મંદિરોમાં દર્શન કર્યા વગર વર્ષોથી હરિજન પાછા ફરતા. ૨૦-૨૫ વિદેશી યાત્રિકોને તેમની સાથે મંદિર પ્રવેશ ન મળતા પાછા ફરવું પડયું હતું. એક ફેન્ચ બહેનને લઇને જતા પણ મંદિરમાંથી પાછા ફરવું પડયું હતું. તેમણે કહ્યું કે હુંએકાકી વિચરી રહ્યો છું. ઉપર આકાશમાં સૂર્ય એકલો વિચરી રહ્યો છે. હું નીચે ધરતી પર એકાકી વિચરી રહ્યો છું. રવિબાબુનું પદ યાદ કરતા કહે છે એકલો જાને......રે ઓ અભાગી...પણ હુંતો મારી જાતને ભાગ્યવાન ગણું છું. તેથી હું ગામેગામ ફરી રહ્યો છું. કોઇ પૂછે છે કે મારી આ ભૂદાન યાત્રા ક્યાં જઈ રહી છે તો હું કહું છું કે મારી યાત્રા જનતારૂપી વિઠોબાના દર્શને જઇ રહી છે. દરેક ઘર મારૂં તીર્થ સ્થાન છે. તેમાં વસતા આબાલવૃધ્ધો મારા દેવો છે. ૧૯૪૨ માં આંદોલન અંગે પોતે જેલમાં હતા ત્યારે સ્વરાજ મેળવવા માટે આપણે કાંઇક કરી છૂટવું જોઇએ એ વિષે એમણે બોલતા કહ્યું હતું કે આપણે જો હરિજનો માટે મંદિર ખુલ્લુ ન રાખી શકીએ તો સ્વરાજ્ય મેળવવાનો આપણને શું અધિકાર છે? લોકમાન્ય તિલકે કહ્યું કે સ્વરાજ્ય આપણો જન્મસિદ્ધ અધિકાર છે તે તેવાં આચરણથી જ્ઞાનધારા-૧ ૨૮૭ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy