________________
પ્રાચ્યવિધા સંશોધન મંદિર પુનાનો, સંરક્ષણની જવાબદારી, સ્વીકારવા પાછળનો ઉદેશઃ
૧) પ્રાચ્યવિધાની શોધખોળમાં રસ લેનાર વિદ્વાનો અને વિદ્યાર્થીઓને અપેક્ષિત એવું સઘળું સાહિત્ય પૂરું પાડવું, તે માટે અધતન ગ્રંથાલય સ્થાપવું. ૨) શોધખોળની પ્રવૃત્તિમાં રસ લેનાર ગ્રેજ્યુએટો અને પંડિતોને, સંશોધન વિધાનું, અર્વાચીન ઢબે વૈજ્ઞાનિક રીતે, ઉત્તમ શિક્ષણ આપી નવા સંશોધકો તૈયાર કરવા.
પુનાની આ સંસ્થા ઉપરાંત, મુંબઇ યુનિ. ની પંડિત જવાહરલાલ નહેર ગ્રંથાલય, અમદાવાદની એલ.ડી. ઇનસ્ટીટયુટ, ભો. જે. વિદ્યાભવન, ગુજરાત વિધાપીઠ તથા સ્ટેટ આરકાઇવ, એશિયાટિક સોસાયટી લાયબ્રેરી, ત્રિવેન્દ્રમની લાયબ્રેરી તથા રત્નકોશ વલ્લભીપુર વિશેષ ઉલ્લેખનીય છે.
જૈન હસ્તલિખિત પ્રતો કેમ નાશ પામે છે ?
૧) કુદરતી, ભેજવાળા વાતાવરણનો ભેજ લાગવાથી. ૨) લાંબા સમયના કારણે જીર્ણ થઇ જવાથી. ૩) ફૂગ લાગવાતી, ડાઘ પડવાથી, જીવ જંતુના આક્રમણથી. ૪) શાહી વગેરે કેમિકલ દ્વારા કાણાં પડવાથી.
હસ્તપ્રતોને સાચવવાની (મરામતની) રીત:
૧) ટીશ્યપેપરનો ઉપયોગ - પ્રત્યેક પાનાની ઉપર અને નીચે ટીશ્ય (Tissue) પેપર રાખવાથી પાનાં એકમેક સાથે ચોંટી જતા નથી. ૨) ખરાબ થયેલ હસ્તપ્રતો બીજા કાગળ પર લગાવવાથી - Mounting - Stick કરવાથી.
જ્ઞાનધારા-૧
૨૬૬
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=