SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ બહારના સાતમે વર્ષે ઉજ્જયની નગરીમાં રાજા વિક્રમાદિત્યની સામે મહાકાળેશ્વરનાં મંદિરમાં શિવલિંગ સમક્ષ જે ચમત્કાર સર્યો તે જગપ્રસિદ્ધિ છે. શિવલિંગને નમસ્કાર કરવાનાં અનુરોધ પર જ્યારે સિદ્ધસેને એમ કહ્યું કે, "આ દેવતા મારા નમસ્કાર નહીં સહી શકે” ત્યારે રાજાના આગ્રહથી તેમણે ઇષ્ટદેવની સ્તુતિ કરતાં વીર દ્વાત્રિશિકા’ની રચના કરી અને પછી પાર્શ્વનાથની સ્તુતિ કરતાં કલ્યાણ મંદિર’ નો અગિયારમો શ્લોક રચતાં શિવલિંગ ફાટીને તેમાંથી વીજળી જેવુંઝળતું દેદીપ્યમાન પાર્શ્વનાથસ્વામીનું બિંબ પ્રગટ થયું. ત્યારે રાજાએ પ્રસન્ન થઇને કહ્યું, "દેડકાનાં ભક્ષણ કરનારા ચતુર એવા સર્પ ઘણા છે પણ ધરતીને ધારણ કરનાર શેષનાગ તો એક જ છે તેમ ફક્ત નામના પંડિત તો ઘણા છે પણ તમારા જેવું કોઇ નથી.” આમ, આચાર્ય સિદ્ધસેને જૈનશાસનની ઉન્નતિ કરાવી. બાર વર્ષ આલોચનામાંથી સાત વર્ષ વ્યતીત થયાં હતાં ને પાંચ વર્ષ બાકી હતાં તો પણ તેમને શ્રીસંઘે મળીપાછાગચ્છમાં લઇ આચાર્યપદે સ્થાપ્યા. ત્યાંથી કુવાદરૂપ તિમિરને નાશ કરવામાં દિવાકર સમાન 'સિદ્ધસેન દિવાકર સૂરિ' કહેવાયા. પંડિત કૈલાશચતેમને જૈન વાડમયરૂપી નીલામ્બરના જાજવલ્યમાન નક્ષત્ર કહ્યાં છે. શ્વેતાંબર અને દિગમ્બર બંને પરંપરામાં તેઓની ખ્યાતિ છે. આચાર્ય સિદ્ધસેન શ્રેષ્ઠ સ્તુતિકાર, ન્યાય પ્રતિષ્ઠાપક, સ્વતંત્ર ચિંતક, સમર્થ સાહિત્યકાર હતાં. શ્રેષ્ઠ કવિ હતા તેના માટે કહેવાય છે કેઃ "માસિદ્ધસેન વાં” અર્થાત બધાકવિ સિદ્ધસેનની પાછળ છે, કવિઓમાં સિદ્ધસેન જ અગ્રણી છે. તેમની બધી કૃતિઓમાં તેમનું મૌલિક-ચિંતન પ્રગટ થાય છે. તેમાં પૂર્વાગ્રહનો અભાવ છે. તેમણે રચેલી કૃતિઓમાં : ૧) ન્યાયાવતાર : જેમાં પ્રમાણનું વિવેચન છે, ૩૨ સંસ્કૃતમાં કારિકાઓ છે. જે સ્થાન દિન્નાગનું બૌદ્ધદર્શનમાં છે તે સ્થાન આચાર્ય સિદ્ધસેનનું જૈનદર્શનમાં છે, જેમણે પૂર્વપરંપરાનું સર્વથા અનુકરણ કરી પોતાની સ્વતંત્રબુદ્ધિથી ન્યાયાવતારની જ્ઞાનધારા-૧, ૨૪ ન જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy