SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ તેમને સુખશાતા ઉપજાવવાથી આ તપ થાય છે. ચતુર્વિધ સંઘની અને કુટુંબીજનોની ઉચિત સેવાભક્તિ કરવી તે પણ આ તપનો જ પ્રકાર છે. આ સર્વ પાત્રોને યોગ્ય રીતનાં શયન-સ્થાનની વ્યવસ્થા, સમયસર ઔષધિ આપવી, શારીરિક સ્વચ્છતા જાળવવામાં મદદ કરવી, અંગત વપરાશનાં સાધનોની સફાઈ કરવી, નિર્દોષ આહાર યોગ્ય સમયે આપવો, વ્યાધિપીડિત અંગોની સફાઈ કરવી, વસ્ત્રો ધોઈ આપવાં, પ્રવાસમાં મદદ કરવી, હલનચલનમાં ટેકો આપવો, હળવો વાર્તાવિનોદ કરવો, પત્રવ્યવહારમાં મદદ કરવી એવી અનેકવિધ રીતે સેવાશુશ્રષા કરવી તે જ વૈયાવૃત્ય. વૈયાવૃત્ય કરનારને શ્રદ્ધા, ભક્તિ, વાત્સલ્ય, વિચ્છિન્ન સમ્યત્ત્વનું પુનઃસંધાન, તપ, પૂજા, તીર્થ, સમાધિ વગેરે પ્રાપ્ત થાય છે. જિનાજ્ઞાનું પાલન, સંયમ, સહાય, દાન, નિર્વિચિકિત્સા, પ્રભાવના, કાર્ય-નિર્વહણ, મૈત્રી, કરુણા વગેરે વૈયાવૃત્ય કરનારના ગુણ છે. વૈયાવૃત્યતા શ્રાવકો માટે મુખ્ય અને સાધુઓ માટે ગૌણ છે. વૈયાવત્ય એ ધ્યાનના ઊંડાણની પારાશીશી છે. વૈયાવૃત્ય એ પોતાની જાતમાંથી બહાર નીકળવા માટેનું બારણું છે. ધ્યાન દ્વારા તપસ્વી જેને અંતરના ઊંડાણમાંથી પામવા મથે છે તેને જ વૈયાવૃત્ય દ્વારા પ્રત્યક્ષપણે પામી શકાય છે. આત્માનો વિસ્તાર થતો અનુભવાય છે. એક એવી પરમ અવસ્થા પામી શકાય છે. જ્યાં ધ્યાન અને વૈયાવૃત્ય એકરૂપ બની જાય છે. શ્રી આચારાંગ સૂત્રના પ્રથમ ઉદેશકની ૧૮મી ગાથામાં કહ્યું છે કે, “સાધકે માન અને અપમાનમાં કેટલી સમતા કેળવી છે? તેની ભિક્ષામય જીવનથી કસોટી થાય છે. ભિક્ષા એ ત્યાગી જીવનનું કપરું અને કઠીન વ્રત છે. ભિક્ષા અને પાદવિહાર એ બે એવાં જ્ઞાનનાં સાધનો છે, કે જે જ્ઞાન ભૂગોળના કે માનસશાસ્ત્રોના અનંત ગ્રંથોથીય ન મળી શકે એવું લોકમાનસનું જ્ઞાન આ બે સાધનો દ્વારા મળી રહે છે અને ત્યાગી જીવનના જ્ઞાનધારા-૧ Y૨૩૯ જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy