________________
ગમે તેટલી વાર ભોગવે ત ન ગણાય. તેવી જ રીતે વૈક્રિયાદિ અન્ય વર્ગણા માટે પણ સમજવું.
- કેટલાક શસ્ત્રકારો દ્રવ્ય પરાવર્તના બે ભેદ બતાવે છેઃ (૧) અગૃહિત - ગ્રહણ કાળ, (૨) ગૃહિત - ગ્રહણ કાળ અને (૩) મિશ્ર કાળ સ્થલ (બાદર) અને સૂમ ક્ષેત્ર પરાવર્ત સ્થલ ક્ષેત્ર પરાવર્ત વિશે શ્રી પરાવર્તસ્તવમાં કહ્યું છે? निरवशेषलोद्देशान् भवे भवे पूर्वसंभवैर्मरणै । स्पृशतः क्रमोत्त्माभ्यां क्षेत्रे स्थूलस्तदावतः ।।। (ચૌદ રાજલોકના બધા જ આકાશ પ્રદેશોને ભવે ભવે ક્રમ - ઉત્કમથી મરણ વડે સ્પર્શે ત્યારે સ્થૂલ ક્ષેત્ર પરાવર્ત થાય.)
લોકાકાશના અસંખ્ય પ્રદેશો છે. એના પ્રત્યેક પ્રદેશને બુકમથી જીવ મરણથી સ્પર્શે અને એમ કરતાં બધા જ આકાશપ્રદેશોને સ્પર્શી લે ત્યારે એક બાદર ક્ષેત્ર પરાવર્થ થયો કહેવાય (અન્ય એક મત પ્રમાણે જીવ જન્મથી સ્પર્શે અને એમ કરતાં બધાંજ આકાશ પ્રદેશોને જન્મથી સ્પર્શી લે ત્યારે એક બાદર ક્ષેત્ર પરાવર્ત થયો કહેવાય.)
જીવ ચૌદ રાજલોકના સમગ્ર આકાશ પ્રદેશોને પ્રત્યેકને અનુક્રમે મરણથી સ્પર્શે ત્યારે સૂક્ષ્મ ક્ષેત્ર પરાવર્ત થયો કહેવાય.
કેટલાક શાસ્ત્રકારો ક્ષેત્ર પરાવર્તના બે ભેદ બતાવે છે: - (૧) સ્વક્ષેત્ર પરાવર્ત અને (૨) પરક્ષેત્ર પરાવર્ત. સ્વક્ષેત્ર પરાવર્ત એટલે કોઈ જીવ સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના સાથે ઉત્પન્ન થઈ ઉત્તરોત્તર ક્રમથી એક એક પ્રદેશ અધિક અવગાહના સાથે ઉત્પન્ન થતો થતો છેવટે મહામસ્થની ઉત્કૃષ્ટ અવગાહના સુધી પહોંચે અને એમાં જેટલી વાર લાગે તેને સ્વક્ષેત્ર પુદગલ પરાવર્ત કહે છે. પરક્ષેત્ર પરાવર્ત એટલે કોઈ
જ્ઞાનધારા-૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e
=
૨૩૨