________________
પુષ્ય-પુરાવી
ડૉ. રમણલાલ ચી. શાહ
(આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન–ડૉરમણલાલચી. શાહમુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ, જૈન સાહિત્યના સમર્થ અભ્યાસી, લેખક, સંપાદક, વિવેચક, પત્રકાર, અનેક સેમિનાર તથા વ્યાખ્યાનમાળાના સફળ આયોજક - સંયોજક તથા જૈન સાહિત્ય સમારોહના અધ્યક્ષ, વિશ્વપ્રવાસી, પીએચ.ડી.ના માર્ગદર્શક દેશ-વિદેશમાં અનેક પ્રવચનો દ્વારા ધર્મ, સમાજ અને સાહિત્યનો યથાર્થ પરિચય કરાવનાર છે.)
પુદગલ (પ્રાકૃત-પુગલ,પોગલ) એટલે જડ તત્વ. પરાવર્ત (પરાવર્તન) એટલે પાછું ફરવું. પુદ્ગલ પરાવર્ત એટલે જીવે જડ તત્ત્વના ભોગવટાનું ચક્ર પૂરું કરવું. જીવ કયા પ્રકારનાં જડ તત્ત્વોનો ભોગવટો કરે છે? ક્યાં ક્યાં કરે છે? ક્યારે કરે છે? કેવી રીતે કેવા ભાવથી કરે છે?એવા બધા પ્રશ્નોના ઉત્તર રૂપે કોઈ સંસારી જીવ પોતાની અંગત વાત કરે તો તે બીજાને રસિક લાગે છે.પરંતુ મોહાસક્તિથી કરેલો એ ભોગવટો જ, માણસને એમાંથી કંટાળીને બહાર નીકળવું હોય તો નીકળવા દેતો નથી. જીવ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી જડ તત્વ સાથેનો એનો સંબંધ અવિનાભાવી છે, પરંતુ જડતત્વના ભોગવટા કરતાં પણ કંઈક ઉચ્ચ વસ્તુ છે અને એ જોઈતી હશે તો જડ તત્ત્વ સાથેનો સંબંધ તોડયા વગર છૂટકો નથી એ બહુ ઓછા લોકોને સમજાય છે.
જૈનધર્મ પ્રમાણે ચૌદ રાજલોકપ્રમાણસમસ્ત વિશ્વ અને એમાં ભમતા ચોરાશી લાખ જીવાયોનિના જીવો-આ બધાંનો મુખ્ય બે દ્રવ્યની દષ્ટિએ વિચાર કરી શકાય-ચેતન અને જડ અથવા જીવ અને અજીવ. અજીવ દ્રવ્યના પાંચ પ્રકાર છેઃ (૧) પુદ્ગલ (૨) ધર્માસ્તિકાય (૩) અધર્માસ્તિકાય (૪) આકાશાસ્તિકાય અને (૫) કાળ. એમાં જીવને સવિર્શષ ઘનિષ્ઠ સંબંધ જો હોય તો તે પુદ્ગલ સાથે છે. આ સંબંધ અનાદિકાળથી એટલે કે જ્યારે જીવ
જ્ઞાનધારા-૧
==
૨૨૦)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૬