________________
આ બધી દષ્ટાંતકથાઓનો વિનિયોગ પધવાર્તામાં ભાવકનાં ઉત્સુકતા તથા કુતૂહલને વધારવા કે પોષવાના પરિબળ રૂપે જ માત્ર નથી, કથાઓ ચોટદાર, રસપ્રદ હોવા છતાં હકીકતે એની સામે બીજી શી કથા હશે એ મુદ્દ- વિચાર ભાવકના ચિત્તમાં સતત ઉદ્ભવતો રહે છે. એટલે આ બધી કથાઓ મળ કથાને વિકસાવનાર પરિબળરૂપ -પ્રસંગરૂપ કથાઓ તરીકે અહીં વિનિયોગ પામી છે. આવો ભાવ જાળવી રાખવામાં યશોવિજયજીની મૂળ કથાનાયક કેન્દ્રમાં રહેતેવા વાતાવરણનું નિર્માણ કરી શકવાની દષ્ટિ - સૂઝ કારણભૂત છે.
જંબુસુમારની દીક્ષા લેવાની ઈચ્છાથી તે એની પરિપૂર્ણતા સુધીની ઘટના અહીં કેન્દ્રમાં છે. આ માટે અવાંતરકથાઓની હાથવગી પરંપરાને પોતાની રીતે પ્રયોજી એમાંથી યશોવિજયજીની સર્જકદષ્ટિનો પરિચય મળી રહે છે. અવાંતરકથાઓ માત્ર કથારસ માટે નહીં પણ અભિવ્યક્તિના એક ભાગ રૂપે અર્થપૂર્ણ બની રહે અને સાથોસાથ મૂળ કથાને વિકસાવનાર પરિબળ બની રહે એ રીતે અહીં ખપમાં લેવાઈ હોઈ એનું વિશેષ મહત્ત્વ છે.
(૩) યશોવિજયજીએ દષ્ટાંતકથાઓને આધારે કથાનું નિર્માણ કર્યું એ ખરું, પરંતુ એ કથાની અભિવ્યક્તિનું સ્વરૂપ પણ અભ્યાસનો વિષય બની રહે એ કક્ષાનું છે. એમાંથી યશોવિજયજીની કથનકળાની સૂઝનું દર્શન થાય છે.
સમગ્ર કથાપાંચ અધિકારમાં વહેચાયેલી છે. આ પ્રત્યેક અધિકાર ઢાલમાં વહેંચાયેલા છે. પ્રથમ અધિકારમાં પાંચ ઢાલ છે. બીજામાં આઠ, ત્રીજામાં નવ, ચોથા અને પાંચમા અધિકારમાં સાત સાત એમ કુલ છત્રીસ ઢાલમાં કથા રજૂ થયેલી છે. વચ્ચે વચ્ચે દુહા અને ચોપાઈઓ છે. બહુધા ધર્મોપદેશ કે સર્જકને અભિપ્રેત અન્ય મુદ્દાઓ આ ચોપાઈ કે દુહાબંધમાં અભિવ્યક્ત થયેલ
=જ્ઞાનધારા-૧
૧૧
–જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=