________________
આપવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેમાં ખરેખર તો કાંઈ સંપ્રદાય માટે કામ થતું જ નથી, સિવાય કે રાજકારણીઓએ પોતાનો રોટલો શેકવો હોય, પરિણામે સ્કૂલ કોલેજના અભ્યાસક્રમમાં જૈનધર્મની વિશિષ્ટ વાતોની અપેક્ષા અસ્થાને છે. તે ખોટાપૂરવા આપણે આપણે ગામડે ગામડે અને દરેક શહેરમાં પાઠશાળા ખોલી છે. હજારો શિક્ષકો અધ્યાપનનું કાર્ય કરે છે. છતાંયમાબાપો અને વિધાર્થીઓને આકર્ષવામાં પાશાળાઓને ઘણી ઓછી સફળતા મળી છે. હેતુ, ભાવના અને પ્રયત્નો સારા હોવા છતે સફળતા ન મળવાના મૂળમાં શિક્ષકોના પગારોની બાબતમાં લોભવૃત્તિ અને અર્વાચીન અભિગમનો અભાવ જણાય છે. પગાર ધોરણ આકર્ષક ન હોવાથી પંડિતો કે વિદ્વાનો આ તરફ ઢળતા નથી,ગૃહરથોકે ગૃહિણીઓ આપાર્ટટાઈમ કામ કરવા આવે છે જેમનામાં નથી પૂરું જ્ઞાન કેનથી કેળવણી કૌશલ્ય. દેશની કેટલીક ઉત્તમપાઠશાળાઓમાં ઊંચા પગારના વિદ્વાન અધ્યાપકો. સક્રિયતા, પ્રવૃત્તિઓ અને પ્રભાવના તથા ટ્રસ્ટીઓ તથાસાધુ ભગવંતોનો જીવંત રસવગેરેએ ભાગ ભજવ્યો છે. જો આપણા સંત સતીઓ પણ પાઠશાળાની નિયમિત મુલાકાત લે તો પણ ઘણું કાર્ય થાય. જૈન ટ્રસ્ટો દ્વારા સ્કૂલો ચાલુ કરવામાં આવે અથવા જૈન ટ્રસ્ટો દ્વારા ચાલતી વર્તમાન સ્કૂલોના ટ્રસ્ટીઓ પણ મન પર લે તો સરકારી નિયમોનો ભંગ કર્યા વિના બાળકોમાં નાનપણથી જૈનત્વ સિંચી શકે. જૈન શ્રાવકો અને સાધુઓ સાથે મળીને આ કરી શકે ખરા.
શિક્ષણની બાબતમાં આવી જ પેચીદી પરિસ્થિતિ કેળવણીના માધ્યમે કરી છે. વર્તમાન સદીમાં વધુને વધુ બાળકો અંગ્રેજી માધ્યમ તરફ ખેંચાઈ રહ્યા છે, ખાસ કરીને શહેરોમાં. તેને ગુજરાતી બોલતા જરૂર આવડે છે પરંતુ લખતાં કે વાંચતાં આવડતું નથી. આપણા ધર્મના ગ્રંથો સંસ્કૃત, પ્રાકૃત, અભબ્રશ, જૂની ગુજરાતી કે ગુજરાતીમાં છે. આ અંગ્રેજી માધ્યમવાળી પેઢી જૈન તત્ત્વવાળા ગ્રંથો કેમ સમજી શકશે? આપણે કંઈ બધા પુસ્તકો અંગ્રેજીમાં ભાષાંતરિત કરી શકશે નહિ.
જ્ઞાનધારા-૧
૨૦૪
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=