________________
વળી પાછી અવાતરકથા. જેમાં ખોડીનપુર નગરના સોમચંદ્ર રાજા અને ધાણી રાણી, એના પ્રસન્નચંદ્ર, વલ્કલચિરિ - એ ચરિત્રોની કથા ચાલે. આમ શ્રેણિક રાજાના પ્રશ્નના ઉત્તર રૂપે જંબુકુમારના પૂર્વભવના ચરિત્રને સ્પર્શતી ચાર કથાઓ મહાવીર ભગવાન પોતે કહે છે. ઋષભદત્ત અને જિનદાસની કથા છે. એમાં અવાંતરકથા રૂપે ભવદત્ત-ભવદેવની કથા અને એમાંથી સાગરદત્ત-શિવકુમારની તથા બીજી એક પ્રસન્નચંદ્ર અને રાજર્ષિની કથા ફૂટી નીકળે છે. એ રીતે પ્રથમ અધિકારમાં ચાર કથાઓ એક મુખ્ય કથામાંથી અવાંતરકથા રૂપે પ્રગટીને વિકસતી જોવા મળે છે.
બીજા અધિકારમાં જંબુકુમારના જન્મ ઉછેર અને લગ્ન સુધીના કથાનક પછી પ્રથમ રાત્રીએ શયનકક્ષામાં પ્રભવ નામનો ચોર પ્રવેશે છે અને અમુક વિદ્યા શીખવીને એના બદલામાં બીજી વિદ્યા શીખવાની સ્પૃહા વ્યક્ત કરે છે. પણ એને ખ્યાલ આવે છે કે જંબુકુમાર તો દીક્ષા લેવાની ઈચ્છા ધરાવે છે એટલે એને અટકાવવા માટે સંસારના સુખને ભોગવવાનું કહે છે, જેના પ્રત્યુત્તર રૂપે જંબુકુમાર એક પછી એક એમ ત્રણ ચોટદાર કથાઓ કહે છે - મધુબિંદુની, કુબેરદત્તની અને મહેશ્વરદત્તની. એમ ત્રણ દષ્ટાંતકથાઓ દ્વારા જંબુકુમારના મુખે ત્રણ કથાઓ નિરૂપાઇ છે.
ત્રીજા અધિકારમાં જંબુકુમારની આઠપત્નીઓમાંથી ત્રણ પત્નીઓ દીક્ષા ન લેવા માટે સમજાવે છે અને એ માટે પોષાકરૂપ દષ્ટાંતકથાઓ કહો છે. આ ત્રણેયને જંબુકુમાર એક પછી એક પ્રત્યુત્તર રૂપે વૈરાગ્યભાવને દઢાવતી કથાઓ કહે છે. આમ કુલ છ દષ્ટાંતકથાઓ આ ત્રીજા અધિકારમાં જંબુકુમારની ત્રણ પત્નીઓને મુખે તથા જંબુકુમારને મુખે નિરૂપાઇ છે.
ચોથા અધિકારમાં બાકીની બીજીચાર પત્નીઓ જંબુસુમારને દીક્ષા ન લેવા સમજાવવાના ભાગ રૂપે દષ્ટાંતકથાઓ કહે છે, જેની સામે પ્રત્યુત્તર રૂપે જંબુકુમાર પણ ચારેયને એક પછી એક કથાઓ કહે છે. આમ અહીં આઠ કથાઓ નિરૂપાયલ છે.
Hજ્ઞાનધારા-૧
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧