SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ એમણે સં. ૧૬૪૪માં ચૈત્ર વદ-૪ને બુધવારે શત્રુંજય ગિરીરાજની યાત્રા કરી હતી. આચાર્ય જિનચંદ્રસૂરિજી સમ્રાટ અકબરના નિમંત્રણને માન આપી સં. ૧૬૪૮માં લાહોર ગયા ત્યારે તેમની સાથેસકલચંદ્રગણિ, મહિમરાજ, સમયસુંદર વગેરે ૩૧ સાધુઓનો સમૂહ હતો. એ સમયે સમયસુંદરે 'રાજાનો વતેસૌખ્યમ્ એ આઠ અક્ષરના વાક્યના આઠ લાખથી વધુ અર્થ કરી બતાવી પોતાની 'અષ્ટલક્ષી કૃતિ વડેઅકબર બાદશાહને પ્રસન્ન કર્યા હતા.સં. ૧૯૪૯માં ફાગણ સુદ-૨ના દિવસે લાહોર મુકામે શ્રી જિનચંદ્રસૂરિએ સમયસુંદરને વાચનાચાર્યની પદવી આપી હતી. વાચનાચાર્યપદવી પછી વીસ કે એકવીસ વર્ષે સમયસુંદરને ઉપાધ્યાય પદવી મળી હતી. સમયસુંદરની સાહિત્યસેવા ઉચ્ચ અને ઉત્તમ કોટીની છે. તેમણે સંસ્કૃત, પ્રાકૃત તેમજ ગુજરાતી-રાજસ્થાની ભાષામાં કૃતિઓની રચના કરી છે. તેમણે વ્યાકરણ, ટીકા, કાવ્યલક્ષણ, છંદ, ન્યાય, જ્યોતિષ, શાસ્ત્રચર્ચા, સિદ્ધાંતચર્ચા, અનેકાર્થ સાહિત્ય, ઇતિહાસ, પ્રબંધ, રાસ, ચોપાઇ, સંવાદ, બાલાવબોધ, ચોવીસી-છત્રીસી, સ્તવન, સક્ઝાય વગેરે તે સમયના સાહિત્ય પ્રકારો ઠીક ઠીક પ્રમાણમાં ખેડ્યા છે. ગીત, સક્ઝાય, સ્તવનાદિ સેંકડો નાની નાની કૃતિઓ ઉપરાંત તેમણે સંસ્કૃતમાં લગભગ વીસેક અને ગુજરાતીમાં ત્રીસેક જેટલી મોટી કૃતિઓની રચના કરી છે. સંસ્કૃત ભાષામાં તેમણે ભાવશતક, કાલિકાચાર્ય કથા, સમાચારીશતક, વિચારશતક, જયતિહુયણવૃત્તિ, દશવૈકાલિક ટીકા, વૃત્તરત્નાકાર વૃત્તિ અને બીજી કેટલીક નાની-મોટી કૃતિઓની રચના કરી છે. ગુજરાતી ભાષામાં તેમણેરાસ, ચોપાઇ, સ્તવન, સક્ઝાય, ચોવીસી, છત્રીસી વગેરેની વિપુલ રચના કરી છે. તેમની ઉત્કૃષ્ટ કવિત્વશક્તિથી તેઓ એક જ્ઞાનધારા-૧ ૧૮૨ માહિત્ય જ્ઞાનસત્ર-૧
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy