________________
અભ્યાસ કરવામાં પસાર કર્યા. બાકીનાં વર્ષો કલિંગને સમૃદ્ધ કરવામાં
ગાવા.
ખારવેલના સમય પહેલાં કલિંગ દેશ કુદરતી હોનારતો અને ભીષણ સંગ્રામને લઇને બરબાદ થઈ ચુક્યું હતું. તેની ઈમારતો, કિલ્લાઓ, નહેરો જીર્ણ થઈ ગયા હતા. રાજ્યગાદી પર આવતાની સાથે જ એણે જીર્ણશીર્ણ થયેલા કિલ્લાઓ સરખાં કરાવ્યા અને નહેરો, બાગીચાઓ, તળાવોનું સમારકામ કરાવ્યું. જૈન સાધુઓ માટે એણે એવી મજબૂત સુવ્યવસ્થા કરી હતી કે જેને કારણે ઓરીસામાં ઈ.સ. ૧૨૦૦ થી ૧૩૦૦ સુધી જૈનધર્મ ટકી શક્યો. તેણે વિદર્ભ અને મહારાષ્ટ્રમાં પણ જૈનધર્મનો પ્રચાર કરાવ્યો હતો.
લગ્નજીવન ધુસીનામની રાજકળ્યા સાથે લગ્ન કર્યા હતા. ધુસીએખારવેલનીપરદેશીઓ સાથેની લડાઇમાં આગેવાની લીધી હતી. સંધિ માટે આવેલા ડેમેસ્ટ્રીઅસ કે દીત્તમના દગાથી તેણે ખારવેલને બચાવ્યો. તે સિંહપથના રાજા વિજિરરાજની પુત્રી હતી. તેના પિતા પણ દીત્તમના દગાનો ભોગ બન્યા હતા. રાજ્યાભિષેક ખારવેલનો રાજ્યાભિષેક વૈદિક વિધિપ્રમાણે થયો હતો. તેણે અશ્વમેધ યજ્ઞ નહીં પણ રાજસૂય યજ્ઞ કર્યો હતો. જીવનના છેલ્લા વર્ષમાં એણે સાધુવ્રત અંગીકાર કર્યું હતું. ખારવેલના શિલાલેખો આ શિલાલેખો ઓરીસ્સા રાજ્યમાં ભુવનેશ્વર નજીક આવેલા ખંડગિરિના પહાડો પરની ગુફાઓમાં કોતરેલા છે. ખારવેલનો પ્રખ્યાત શિલાલેખ હાથી ગુફાની એક શિલા પર કોતરેલો છે. આ શિલાલેખની ઊંચાઈ - ૧૫ ફુટ
પહોળાઈ - ૫ ફુટથી સહેજ વધુ ભાષા - પાલીને મળતી છે
જ્ઞાનધારા-૧
૧૭પ
- જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e