SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ નેમિચંદ્રકૃત કર્મકાંડ (ઇ.સં ૧૮૦૦ માં લખાયેલી) પર્શિયન ભાષામાં જેના પર ટીકા લખાયેલી છે તે એક નોંધપાત્ર હસ્તપ્રત છે. ફાન્સના Stasbours Libraryમાં ૩૪૪ જેટલી જૈન હસ્તપ્રતો સંગ્રહાયેલી છે જેમાં સામાન્ય રીતે બીજી હસ્તપ્રત લાયબ્રેરીમાં ન સંગ્રહાયેલી હસ્તપ્રતો છે. ખાસ કરીને દિગંબર સંપ્રદાયની સારી સંખ્યામાં (આશરે ૪૨) હસ્તપ્રતો અત્રે જોવા મળે છે. આ હસ્તપ્રતોનું કેટલોગકાર્ય જર્મની સ્થિત ભારતીય વિદ્વાન (ગુજરાતી) ડૉ. ભાલચંદ્ર ત્રિપાઠી એ તૈયાર કરી પ્રકાશિત કર્યું છે. Catalogue Of The Jain Manuscript Of Strasbours, 1975 આગ્રંથભંડારમાં આગમ સાહિત્યની પ્રાચીન હસ્તપ્રતો સંગ્રહાયેલી છે જેમકે ઉપાદશાંકસૂત્ર, વિવાકસૂત્ર, પ્રશ્નવ્યાકરણ વગેરે નંદીસૂત્ર જિનદાસ કૃતની પ્રાચીન તાડપત્રીય હસ્તપ્રત (૧૩મી સદિ)૭ પત્રની સારી સ્થિતિમાં સયવાયેલી મળે છે (સીરિયલ ક્રમાંક ૪૯) ૧૪૦ પત્રની ઇ.સં ૧૩ મી સદી પણ નોંધપાત્ર છે. રામચરિત્ર દેવવિજયકૃત (સીરીયલ ક્ર. ૨૦૩) ઇ.સં ૧૫૯૪ ની રચના અને લેખન ઇ.સ ૧૫૯૪ સ્વ હસ્તાક્ષર પ્રત છે. ઉપમિતિભવપ્રપંચ કથા (રચના ઇ.સ ૯૦૬) ની (સી. ક્ર. ૧૯૨) ૪૭૧ પત્રની હસ્તપ્રત અત્રે સંગ્રહાયેલી છે. કેટલીક અપ્રકાશિત હસ્તપ્રતો જેવી કે સિદ્ધાંતસાર ભાવસેનકૃત (સી. ક્ર. ૧૬૩), ભક્તિ મુક્તિ વિચાર ભાવસેનકૃત (સી.ક્ર. ૧૬૪) ન્યાયસૂરાવલી ભાવસેનકૃત (સી. ક્ર. ૧૬૫) નોંધપાત્ર છે. કેટલીક સચિત્ર હસ્તપ્રતો નોંધપાત્ર છે આવશ્યક નિર્યુક્તિ અજ્ઞાતકૃત અવચરિસકૃત (સી. ક્ર. ૪૪) તીર્થંકરના સુંદર રંગીન ચિત્રયુક્ત છે. National Central Library Folorence Italy માં ભારતીય ભાષાની સંસ્કૃત પ્રાકૃત વગેરે ભાષાની ૧૧૦૦ જેટલી હસ્તપ્રતો છે જેમાં ૩૫૦ જેટલી જૈન હસ્તપ્રતો જોવા મળે છે જેનું હેંડલિસ્ટ EL. Pulle જ્ઞાનધારા-૧ ૧૭૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy