SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિ. લા. માં આશરે વિવિધભાષા- સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, હિન્દી, પ્રાચીન રાજસ્થાની, પ્રાચીન ગુજરાતી, ઇત્યાદિ અનેક ભાષાની ૮૦૦ જેટલી જૈન હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. છેલ્લા દસેક સૈકા દરમ્યાન આ હસ્તપ્રતોપ્રાપ્તિ અંગેનો ઇતિહાસ પણ નોંધનીય છે. આ પ્રાપ્તિસ્ત્રોત (sources) પાંચવિભાગમાં વિભક્ત થયેલો છે. 1) William Erskine Collection : ભારતમાં મિલીટરી ઓફીસર્સ તરીકે ફરજ અદા કરનાર smiles અને William Erskine દ્વારા સંગ્રહિત હસ્તપ્રત સંગ્રહ. તે હસ્તપ્રતસંગ્રહ બ્રિ. લા. એ તેમની પાસેથી ઇ.સ. ૧૮૯૧ માં ખરીધો હતો. આમાં આશરે ૩૩ જેટલા જૈન હસ્તપ્રતો ક્રમાંકો પ્રાપ્ત થાય છે. 2) Cecil Bendall Collection Mr. Cecil Bendall જેઓ ભારતીય સાહિત્ય અને ખાસ કરીને બૌદ્ધ સાહિત્યના જાણકાર વિદ્વાન હતા. તેમણે પોતાના અંગત રસના હિસાબે જે હસ્તપ્રતો એકત્રિત કરી હતી તે હસ્તપ્રતનો સંગ્રહ તેમનીજ પાસેથી બ્રિ. લા. ઇ. સ. ૧૮૮૬ માં ખરીધો હતો. એમાંથી ૮ જેટલા હસ્તપ્રત કમાંકમાં જૈન હસ્તપ્રતો જોવા મળે છે. 3) Jacobi Collection Mr. Hermann Jacobi નામના જર્મન વિદ્વાન કે જેઓ ભારતીય સંસ્કૃતિના નિષ્ણાંત અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રખર વિદ્વાન હતા. તેમણે એમના ભારતનિવાસ દરમ્યાન પોતાના સંશોધન કાર્ય અર્થે ભારતના જેસલમેર, જોધપુર, બિકાનેર જેવા સ્થળોએ ઉત્તમ પ્રકારની વિવિધ હસ્તપ્રતોનો સંગ્રહ કર્યો હતો. તે સંગ્રહ ઇ.સ. ૧૮૮૬ માં બ્રિ. લા. એમની પાસેથી ખરીધો હતો. જેમાં ૮૪ જેટલી હસ્તપ્રત ક્રમાંક પ્રાપ્ત થાય છે. જ્ઞાનધારા-૧ ૧૬૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy