SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ કોઇ કૃતિની હસ્તપ્રતોની સંખ્યા વધારે હોય અને જો જોડણીભેદવાળાં કે ઉચ્ચારભેદવાળાં તમામેતમામ પાઠાંતરો નોંધવા જઇએ તો તો બહુ વિચિત્ર ઘાટ થઇને રહે. આરંભના એક મર્યાદિત અંશ પૂરતું આમ કરો એ ઠીક છે, પણ સમગ્રકૃતિ માટે એ વ્યવહારુ ગણાય નહીં. લહિયાના લેખનમાં જોડણીની અતંત્રતા હોય, પ્રત્યેક શબ્દ બિનજરૂરી અનુસ્વારો કરવામાં આવ્યા હોય, તો એવા સામાન્ય જોડણીભેદકે ઉચ્ચારભેદવાળા પાઠાંતરોની નોંધ એ કેવળ મિથ્યાશ્રમ બની જશે. ગુણરત્નાકરછંદમાં હરસિદ્ધિ શવિવિધ પ્રતોમાં સાત રીતે લખાયેલા છે. (હરસિદ્ધી, હરિસિદ્ધી, હરિશિદ્ધી, હરસિધી, હરસિધિ, હિરસિદ્ધિ, હરિસિદ્ધિ) શબ્દભેદવાળા (ભવોદધિ - ભવસાગર), અર્થભેદવાળા (ભવવનમાં – ભવરણમાં),ભાષાદષ્ટિએ મહત્ત્વના (સાધુહુઇં- સાધુનાઈ) પાઠાંતરો નોંધવા જોઇએ. ક્યારેક એવું બને કે નાનો ઉચ્ચારભેદ કાવ્યનું ભાવજગત બદલી નાખતો હોય તો તેવું પાઠાંતર નોંધવું જોઇએ. જેમકે 'ગુણરત્નાકરછંદ' માં સ્થૂલિભદ્રને જોઇને હદયમાં ગાઢ પ્રીતિની અનુભૂતિ થયા પછી તે કહે છે – 'ગણિકા-ભાવ સ્યા માંહિ, જિસ્યઉ જલ ઉપરિ લેખું” મુખ્ય પ્રતના ગણિકા-ભાવ” સ્થાને અન્ય પ્રતો ગણિકા-ભવ પાઠ આપે છે. પરંતુ ગણિકા-ભવ’ને સ્થાને ગણિકા-ભાવ’પાઠભાવજગતની દષ્ટિએ વધારે કલાત્મક અને સૂક્ષ્મ લાગે છે. પ્રીતિના અનુભવ પછી કોશાને ગણિકાભાવ - ગણિકાપણું જળ ઉપરના લખાણ સમું વ્યર્થ ભાસે છે. આમ ઉપર દર્શાવેલી પ્રક્રિયામાંથી પસાર થતો થતો સંપાદક કૃતિની વાચના તૈયાર કરી શકે. કૃતિ જો સંસ્કૃત-પ્રાકૃત-જૂની ગુજરાતી જેવી ભાષાની હોય તો સાથે અનુવાદ પણ આપી શકાય. પાઇસ્વીકૃતિ અને પાઠાંતર-નોંધની પાઠચર્ચા પણ કરી શકાય. વિષયનું વિવરણ પણ સંપાદક કરે. કૃતિને છેડે સાથે વંજ્ઞાનધારા-૧e ૧પ૭L ૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૬
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy