SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વધર્મ સમભાવથી સમધર્મ ઉપાસના મુનિશ્રી સંતબાલજી, સંત વિનોબાજી અને મહાત્મા ગાંધીજી સંદર્ભે (આંતરરાષ્ટ્રીય જૈન અધ્યયન કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અનેક રાષ્ટ્રીય પરિસંવાદ અને જ્ઞાનસત્રો સાહિત્ય સમારોહમાં પૂર્ણિમાબેન અભ્યાસપૂર્ણ નિબંધો રજૂ કરે છે) ડૉ. પૂર્ણિમા એસ. મહેતા દુર્લલમ્ ભારતે જનમ, માનુષ્યમ્ તંત્ર દુર્લલમ્ – ભારતમાં જન્મ પ્રાપ્ત થાય એ જ એક સૌભાગ્યની વાત છે અને તેમાં પણ મનુષ્ય-જાતિમાં જન્મ એ વળી અહોભાગ્ય. મહાવીર, બુદ્ધ, રામ, કૃષ્ણ એવા અનેક મહાન પુરુષોના ચરણના સ્પર્શથી પાવન થયેલી આ માતૃભૂમિમાં એટલા મહાપુરુષ સાધક, શોધક, તત્ત્વચિંતક, સમાજસુધારક થઈ ગયા અને એમની પ્રતિભાએ એટલા ઊંચા નિશાન તાક્યા કે તે જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય. એમના ત્રણ મહાન વિભૂતિ, પૂ. સંતબાલ મુનિશ્રી, મહાત્મા ગાંધી અને વિનોબાજી જેઓ દેશ-સમાજ, માટે નવજાગૃતિનો નવનિર્માણમાં ઘણો મોટો ફાળો આપણને આપતા ગયા છે. માનવ જીવનમાં ધર્મનું ઘણુ મહત્ત્વનું સ્થાન છે. ધર્મ વિનાના માનવજીવનની કલ્પના શક્ય નથી. કોઈ પણ એક ધર્મ જ શ્રેષ્ઠ છે અને અન્ય ધર્મ એની તુલનામાં નબળા છે એવી માન્યતામાંથી ધર્મ-ધર્મ વચ્ચેના સંઘર્ષ અને અશાંતિનું વાતાવરણ સર્જાય છે. જગતના કોઈ પણ ધર્મ સનાતન જીવન મૂલ્ય, ક્રમ નીતિ નિયમો, સત્ય અહિંસા અને વિશ્વ કલ્યાણના આદર્શથી વિમુખ હોઈ શકે નહીં, કોઈ પણ વ્યક્તિ જન્મ લેતા પહેલા ધર્મને સ્વીકારીને જન્મ લેતો નથી, પરંતુ એ ધર્મ જ્ઞાનધારા-૧ ૧૩૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy