________________
પ્રગટ થશે અને એમ થતાં ધર્મને ઝગડાનું કારણ સમજીને ધર્મને જ ફેંકી
ઇને, નાસ્તિક બની ગયેલા સામ્યવાદી લોકો પણ ધર્મસંપ્રદાયનો આદર કરતાં થઇ જશે. આમ આ બન્ને છેડાના અનિષ્ટો દૂર થઇને સમન્વય અને સંવાદિતા સ્થપાશે. આ બધી પ્રક્રિયામાં એકતાને સ્થાપિત કરી શકે તેવું એક સત્ય સહુને સ્પર્શી જશે કે આપણાં બધાં ધર્મસંપ્રદાયોનું અંતિમ ધ્યેય તો એક જ મોક્ષ કે અવાલ મંજિલે પહોંચવાનું છે તો વાદવિવાદ શેના ? મતભેદ શાના ? એ બધું બિનજરૂરી છે.
ઉપરની રીતે સર્વધર્મસમન્વય સરળ લાગે છે તેમ છતાં તેના પ્રયત્નમાં મુખ્ય ત્રણ અપરાધનો સામનો કરવો પડે છે.
૧) ધર્મસંપ્રદાય, ૨) સાધુ કે ગુરુ, ૩) શ્રદ્ધા - અંધશ્રદ્ધા
ધર્મસંપ્રદાયની સાથે શ્રદ્ધા અને સાધુ બન્ને સંકળાયેલા છે. ધર્મસંપ્રદાયોની સમન્વયની વાત કરવા જતાં બીજા ધર્મોની સારી વાતની સાથે ખરાબ વસ્તુ પણ આપણે સ્વીકારવી પડશે. એટલે કે તેમની મિથ્યા બાબતો, અંધવિશ્વાસ કે અનિષ્ઠોને પણ ટેકો આપવો પડશે કે તેમને ટેકો મળી જશે પરંતુ આ દલીલ કે ભય બરાબર નથી. જેમ દરેક મનુષ્યને ચાહો એમ કહેવાથી ચોર, ડાકુ, વિશ્વાસઘાતી, વ્યભિચારી, વગેરેના પાપોને ટેકો આપવો પડશે એમ ન મનાય તેમ દરેક ધર્મનો સમન્વય કરો એટલે કે તેમાંથી સત્ય, સારી બાબતો, તારવો અને તે ધર્મ પ્રતિ ઉદાર દષ્ટિએ વિચારો એમ સમજવાનું છે. દરેક નગરમાં ગંદીનાળીઓ કે ગટર હોય છે તેની સાથે સુંદર સ્વચ્છ રસ્તાઓ અને બાગબગીચા પણ હોય છે તો તેમાં ગંદકીનું નિરીક્ષણ એક કંઇ નગર નિરીક્ષણ નથી. એવી જ રીતે દરેક ધર્મસંપ્રદાયમાં કંઇને કંઇ સડો હોય છે પણ એજ કાંઇ તેનો ધર્મપ્રાણ હોતો નથી. તેના ધર્મપ્રાણરૂપે અહિંસા, સત્ય, વાત્સલ્ય, ભાતૃભાવ વગેરે ગુણો હોય છે એટલે ધર્મસમન્વયનો અર્થ એ પ્રમોદભાવનાની રીતે સુંદર ગુણોનો સમન્વય છે.
જ્ઞાનધારા-૧
૧૨૧
-
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧